એજ્યુકેશન:રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ધોરણ-1માં ગરીબ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવા માટે ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શનિવારે પૂર્ણ થઈ રહી છે. જે પછી 31 ઓગસ્ટથી ઓનલાઇન ફોર્મની ચકાસણી કરી 11 સપ્ટેમ્બરે પહેલો રાઉન્ડ જાહેર કરાશે. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂ અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર જે. કે. પટેલથી જણાય આવે છે કે 22403 અોનલાઇન ફોર્મ ભરાયા છે. જેમાંથી 14578 ફોર્મ મંજુર કરાયા છે તો 1676 રિજેક્ટ થયા છે. તે સાથે 449 ફોર્મની ચકાસણી ચાલી રહી છે. 5700 ફોર્મ રિજેક્ટ કરાયા છે. શનિવારે આરટીઇ હેઠળ ઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થતી હોવાથી ગરીબ વાલીઅો તરફથી એવી માંગ ઉઠી છે કે ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...