શૈક્ષણિક સત્ર શરૂ:વેકેશનનો આજે છેલ્લો દિવસ કાલથી સ્કૂલો ફરી ધમધમશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની પરીક્ષા સમયસર હોય કોર્સ પૂરો કરવા પર ભાર
  • સોમવારથી દરેક શાળાઓમાં હાજરી પૂર્વવત થઈ જશે

દિવાળીનું 21 દિવસનું વેકેશન પૂર્ણ થતા ગુરુવારથી સુમસામ બનેલી શાળાઓ ફરીથી ધમધમતી થશે. વિદ્યાર્થીઓમાં લાંબા સમય પછી શાળાએ જવાનું હોવાથી એક ઉત્સાહ જોવા મળશે, તો બીજી તરફ સંચાલકોએ પણ શાળા ખોલવાની તૈયારીઓ શરૂ કરી છે. દિવાળીના 21 દિવસ લાંબા વેકેશન બાદ ગુરુવારથી શાળાઓ ફરી શરૂ થઈ રહી છે. વેકેશનમાં ફરવા કે વતન ગયેલા ઘણા લોકો હહાલમાં જ પરત ફર્યા હોય શરૂઆતમાં હાજરી પાંકી દેખાસે એવો સંચાલકોનો મત છે. જો કે, સોમવારથી સ્કૂલો રાબેતા મુજબ થઈ જશે. બીજી તરફ શાળાઓ દ્વારા પણ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી છે.

ઘણી શાળાઓએ આ અંગેની જાણકારી તેમજ બાકી ફી માટેની ઉઘરાણીના મેસેજો પણ વાલીઓને કરી દીધા છે. આ વર્ષે ધોરણ 10- 12ની બોર્ડની પરીક્ષાઓ નિયમિત સમય પર લેવાનારી હોય તેને ધ્યાને લઈને શાળાઓ પણ સમયસર અભ્યાસ શરૂ કરી દેવાની પેરવીમાં છે. જેથી વિદ્યાર્થીઓનો કોર્સ સમયસર પૂરો કરી શકાય. તો બીજી તરફ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પણ 9મીથી વેકેશન પૂરું થઈ રહ્યું છે. જોકે વેકેશન પૂરું થતાની સાથે જ વિવિધ અભ્યાસક્રમોમાં પરીક્ષા શરૂ થઈ રહી હોવાથી વિદ્યાર્થીઓએ ચોપડા પકડી લેવા પડ્યા છે. યુનિવર્સિટી દ્વારા પણ પરીક્ષા અંગેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જોકે ચૂંટણીને લઈને કેટલીક પરીક્ષાઓ પાછળ ઠેલાઈ તેવી પણ શક્યતા જોવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...