રિપેરિંગ કામગીરી:આજે અઠવા, સેન્ટ્રલ, ઉધનામાં પાણી નહીં મળે, કાલે ઓછા પ્રેશરથી મળશે

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખરવરનગરની લાઇનમાં રિપેરિંગ કામગીરી કરાશે
  • પાલિકાની 8 ટીમના 50 સભ્યો રાઉન્ડ ધ ક્લોક મરામત કરશે

પાલિકા દ્વારા બુધવારના રોજ પાણીની લાઈનનું રિપેરિંગ હાથ ધરવામાં આવનાર હોવાથી શહેરના ઉત્તર સેન્ટ્રલ, ઉધના તથા અઠવા વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે. શહેરના 70 ટકાથી વધુ વિસ્તાર અને 25 લાખથી વધુની વસ્તીને પાણી પુરવઠાની અસર રહેશે.

સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફનો વિસ્તાર જ્યાં સાંજનો પૂરવઠો ખોરવાશે. ઉપરાંત ઉધના, ડુમસ, વેસુ, અલથાણ વિસ્તારમાં પણ પાણી નહીં મળે. કતારગામથી આવતી અને ખટોદરા વોટર વર્કસને જોડતા ઉધના ખરવર નગર પુલ નજીકથી પસાર થતી 1500 ડાયામીટરની એમએસ લાઈનમાં લીકેજ રીપેરીંગ કરાશે. જેથી બુધ-ગુરુ પૂરતા પ્રમાણમાં પાણી નહીં મળે. પાલિકાની કુલ 8 ટીમના 50 સભ્યો રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. અંદાજે 12 કલાકમાં લીકેજ કામગીરી પુરી કરાશે.

ખટોદરા રોકડીયા હનુમાન મંદિર સામેના રોડ પર પુલ નીચે 5મીએ લાઇન લીકેજ થઇ હતી. પાલિકાએ લીકેજ શોધવાના પ્રયાસો કર્યા હતા. જો કે કતારગામથી 1500 વ્યાસ લાઇન અને ખટોદરા પાણી વિતરણ સ્ટેશનને જોડતી લાઇન અન્ય લાઇન સાથે જોડાયેલ હોવાથી પાણીની મોટી જરૂરિયાતને જોતાં તાત્કાલિક રિપેરિંગ હાથ ધરાયું ન હતું. શહેરના ઉધના, ચીકુવાડી, ડુમસ, વેસુ, અલથાણમાં પાણી પૂરવઠો પૂરતા દબાણથી મળશે નહીં. સેન્ટ્રલ ઝોનના ઉત્તર તરફના વિસ્તારમાં સાંજનો પુરવઠો મળશે નહીં. આ ઉપરાંત ડીંડોલી અને પાંડેસરામાં પણ પાણી કાપ રહેશે. આ કામગીરી માટે ઉમરવાડા સ્ટેશન બંધ રખાશે.

અન્ય સમાચારો પણ છે...