કાર્યક્રમ:આજે અમિત શાહ સુરતમાં, કાલે ‘હિન્દી ડે’ કાર્યક્રમમાં હાજર રહેશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ડોર સ્ટેડિયમમાં લેન્ગેવેજ કાર્યક્રમ
  • કૃભકોના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે

કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તેમની બે દિવસની મુલાકાતે 13મી સપ્ટેમ્બરની રાત્રે બીએસએફના વિમાનમાં સુરત આવી પહોંચશે. રાત્રે તેઓ સર્કિટ હાઉસમાં રોકાણ બાદ 14મી સપ્ટેમ્બરના દિવસે સવારે 10:55 કલાકે ઇન્ડોર સ્ટેડિયમમાં સેકન્ડ ઓલ ઇન્ડિયા ઓફિશિયલ લેન્ગવેજ કોન્ફરન્સ અને ‘હિન્દી ડે 2022’ના કાર્યક્રમમાં હાજર રહેશે.

ત્યાર બાદ ગૃહમંત્રી કૃભકો ટાઉનશીપ ખાતે સહકારિતા સંમેલનમાં હાજર રહી બાયો-ઇથેનોલ પ્રોજેક્ટનો ખાતમુહુર્ત કરશે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેન્દ્રિય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશ, સહકારિતા અને ઉત્તર-પૂર્વી ક્ષેત્ર વિકાસ રાજ્યમંત્રી બી.એલ.વર્મા, ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘના અધ્યક્ષ દિલીપ સંઘાણી, સાંસદ સી.આર.પાટીલ, કૃભકો અને આંતરરાષ્ટ્રીય સહકારી ગઠબંધન એશિયા પેસેફિકના અધ્યક્ષ ડો.ચંદ્રપાલ સિંહ, ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ સંઘ લિ.(નાફેડ)ના અધ્યક્ષ અને કૃભકોના નિદેશક ડો.બિજેન્દ્ર સિંહ અને કૃભકોના ઉપાધ્યક્ષ વી. સુધાકર ચૌધરી સહિત અધિકારીઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...