ગુજરાત વિકાસ સમિતિના ઉપક્રમે રવિવારે 17મી એપ્રિલના રોજ વરાછા વિસ્તારના યોગીચોક ખાતે આવેલા ઉન્નતિ ફાર્મમાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વજ્ઞાતિય સમૂહલગ્નની થીમ ‘ગૃહલક્ષ્મી’ રાખવામાં આવી છે. જેમાં 51 યુગલો પ્રભૂતામાં પગલા માંડશે. આ યુગલોમાં પિતા વિહોણી 35 દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત વિકાસ સમિતિ છેલ્લા 21 વર્ષથી સર્વજ્ઞાતિય સમૂહલગ્નનું આયોજન કરી રહી છે અને અત્યારસુધીમાં 1 હજારથી વધુ દિકરીઓને સાસરે વળાવી છે. રાત્રે ભવ્ય લોક ડાયરો પણ યોજાશે. આ સાથે કેટલા સમાજ સુધારના સંકલ્પો પણ લેવામાં આવશે.
દીકરીઓને 125થી વધુ ઘરવખરીની વસ્તુઓનું ‘કન્યાદાન’ પણ કરવામાં આવશે
આ સમારોહ અંગે ગુજરાત વિકાસ સમિતિના અધ્યક્ષ પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે, દીકરીઓને દાતાઓ અને સંસ્થા તરફથી કરિયાવરમાં ગાદી, બેડ, કબાટ, ખુરશી, પંખા, ટીપોઈ સહિતની 125થી વધુ ઘર વખરીની વસ્તુઓ લગ્નના દિવસે અર્પણ કરવામાં આવશે. આ સમારોહમાં 15થી વધુ વિવિધ સમિતિઓના સહયોગથી યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે વડતાલધામના નૌતમ સ્વામી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ હાજર રહી આશીર્વચન આપશે. સમારોહ દરમિયાન પદ્મશ્રી સવજીભાઇ ધોળકિયા, પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા, ગૃહમંત્રી હર્ષ સંઘવી, ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઇ ઝડફિયા, જનક બગદાણા, નિકભાઇ પટેલ સહિતનાનું વિશેષ સન્માન પણ કરવામાં આવશે. દિલીપભાઈ વિઠ્ઠાણીએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે રાત્રે કિરણબેન ગજેરા, ઘનશ્યામ લાખાણી અને લાલુ માલવિયાનો ભવ્ય ડાયરો પણ યોજવામાં આવશે.
દેહ-નેત્રદાન, વ્યસન મુક્તિ સહિત 7 સંકલ્પ લેવાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.