• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Today 45 Thousand Students Between The Ages Of 15 To 18 Will Be Vaccinated In 118 Schools, Vaccination Of 1.92 Lakh Children In 622 Schools In 5 Days.

રક્ષા કવચ:આજે 15થી 18 વર્ષના 45 હજાર વિદ્યાર્થીઓને 118 સ્કૂલોમાં રસી અપાશે, 5 દિવસમાં 622 સ્કૂલમાં 1.92 લાખ બાળકોનું વેક્સિનેશન

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક અઠવાડિયામાં 15થી 18 વર્ષના 50થી વધુ વિદ્યાર્થીઓને કોરોના થયો હોવાથી વેક્સિન લઈ લેવા ડોક્ટરોની અપીલ
  • બાળકોને કો-વેક્સિન આપવામાં આવશે
  • વેક્સિનની​​​​​​​ આડઅસર થાય તો તાત્કાલિક સારવાર માટે સ્કૂલ નજીકની 40 હોસ્પિટલો સાથે ટાયઅપ કરાયા

સોમવારથી સુરતમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે. પ્રથમ દિવસે 118 સ્કૂલોમાં રસીકરણ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યા છે. આ 118 સ્કૂલોમાં 15થી 18 વર્ષના 42 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સવારે 9 વાગ્યાથી રસીકરણની કામગીરી શરૂ થશે. પ્રથમ દિવસે આશરે 45 હજાર વિદ્યાર્થીઓને રસી આપવાનો ટાર્ગેટ છે. જ્યારે આગામી 7 જાન્યુઆરી સુધીમાં શહેરની કુલ 622 જેટલી સ્કૂલોને આવરી લઇ 1.92 લાખ બાળકોનું રસીકરણ પૂર્ણ કરવાનું આયોજન છે.

નોંધનીય છે કે, 15થી 18 વર્ષના વયજૂથને કોવેક્સીન રસી આપવામાં આવશે. સ્કૂલ સંચાલકોની વ્યવસ્થા પ્રમાણે વર્ગ શિક્ષિકા અને પ્રતિનિધિઓને જોતરી લેવાશે. પાલિકાએ રસીકરણ માટે 100 ટીમ બનાવી છે. એક ટીમમાં 5થી 6 કર્મચારીઓ મળી કુલ 600થી વધુ કર્મીઓને આ ઝુંબેશમાં જોડવામાં આવશે.

દરેક સ્કૂલમાં એક નોડલ ઓફિસરની નિયુક્તિ
કોવિન પોર્ટલ ઉપર જ 15થી 18 વર્ષના વયજૂથના બાળકોને રસી માટે રજિસ્ટ્રેશન કરવામાં આવશે. સ્કૂલોના એક પ્રતિનિધિને નોડલ ઓફિસરની નિયુક્તિ આપી વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વેક્સિનેશન માટે અલગ અલગ સેશન નક્કી કરી રાખવા સુચના અપાઇ છે. સ્કૂલોમાં જ રસીના સેન્ટર હોવાથી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા સરળ રહેશે.

બે કલાકના 3 સેશનમાં 600 વિદ્યાર્થીને વેક્સિન અપાશે
સ્કૂલોમાં બબ્બે કલાકના ત્રણ સેશનમાં એક દિવસમાં 600 વિદ્યાર્થીઓને રસી આપવાનું આયોજન છે. દરેક સેન્ટર પર પેરા મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ,એ.ઇ.એફ.આઇ. કીટ સહિતનું સર્વેલન્સ ગોઠવવામાં આવશે. નજીકની 40 હોસ્પિટલ સાથે ટાયઅપ કરાયું છે.

વેક્સિન સેન્ટર શરૂ કરવા માટે શહેરની તમામ સ્કૂલો તૈયાર
વિદ્યાર્થીઓના નામ-સરનામા સહિતની માહિતી એકત્ર કરી લેવાઇ છે. પાલિકાએ તમામ સ્કૂલો પાસેથી રસીકેન્દ્રની વ્યવસ્થા બનાવવા સાથે બાળકોના વેક્સિનેશન અંગે અભિપ્રાય મેળવ્યાં હતાં. જેમાં એક પણ સ્કૂલે નેગેટિવ રિસ્પોન્સ આપ્યો નથી.

કોરોના થઈ ગયો હોય તો 60 દિવસ પછી વેક્સિન લેવી
કોવેક્સિનમાં કિલ્ડ વાઇરસનો ઉપયોગ થયો હોવાથી તે જોખમી નથી. જે બાળકોને કોરોના થઈ ગયો તેમને 60 દિવસ પછી અને જેમને એમઆઈએસસી થયો હોય તેવા બાળકો 3 મહિના બાદ વેક્સિન લઈ શકે. > ડો. પ્રશાંત કારિયા, ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટ

સ્કૂલોમાં નહીં ભણનારા બાળકોને આ 9 સેન્ટર પર વેક્સિન મળશે

  • ​​​​​​​ વરાછા : ઉમિયાધામ મંદિર, વરાછા
  • સરથાણા : પુણા સીમાડા અર્બન હેલ્થ સેન્ટર
  • રાંદેર : પાલનપોર અર્બન હેલ્થ સેન્ટર
  • કતારગામ : સ્કૂલ નં 56, લીંબડી ફળિયું કોસાડ
  • ઉધના : વિજયાનગર અર્બન હેલ્થ સેન્ટર
  • અઠવા : અંબાનગર પ્રાથમિક શાળા
  • સેન્ટ્રલ : ક્ષેત્રપાલ અર્બન હેલ્થ સેન્ટર
  • લિંબાયત : ગોડાદરા અર્બન હેલ્થ સેન્ટર

આજે ઉધના ઝોનની સૌથી વધુ 21 સ્કૂલોમાં રસીકરણ
​​​​​​​

સેન્ટ્રલવરાછા Aવરાછા Bકતારગામલિંબાયતઅઠવાઉધનારાંદેરકુલ
3 ડિસે.520151416162111118
4 ડિસે.824142217132814140
5 ડિસે.1123142416152513141
6 ડિસે.520102015112115117
7 ડિસે.62617910141410106
કુલ351137089746910963622

​​​​​​​

એ બધુ જે તમે જાણવા માંગો છો
વાલીઓ : બાળકને તાવ-શરદી હોય તો વેક્સિન લઈ શકાય?
નિષ્ણાત : ટેસ્ટ કરાવો, રિપોર્ટ પોઝિટિવ હોય તો ન લઈ શકાય

​​​​​​​1. વેક્સિનેશ બાદ તાવ આવે તો શું કરવું?
જવાબઃ ડોકટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ.

2. વેક્સિનનો બીજો ડોઝ છે? જો હોય તો કેટલા દિવસ પછી? કઈ રીતે લેવાનો રહેશે?
જવાબઃ હાલ બીજા ડોઝ માટે કોઇ સૂચના જાહેર કરાઈ નથી.

3. અગાઉ કોરોના થયો હોય તો વેક્સિન અપાવવી કે નહીં?
જવાબઃ બેથી ત્રણ મહિના પછી વેક્સિન લઇ શકાય.

4. બાળકને વેક્સિન અપાવ્યા બાદ શું તકેદારી રાખવી?
જવાબઃ આડઅસર થાય તો તબીબની સલાહ થી સારવાર કરવી.

5. રસી લેતાં અસર થાય તો શું તૈૈયારી છે?
જવાબઃ પેરા મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ, AEFI કીટ છે. હોસ્પિટલ સાથે ટાયઅપ પણ કરી રાખ્યું છે.

6. બાળકને શરદી-ખાંસી કે તાવ જેવી બિમારી હોય તો વેક્સિન અપાવવી કે નહીં?
જવાબઃ તાવ હોઇ તો હાલ વેક્સિન ન લેવી, શરદી-ખાંસી હોઇ તો ટેસ્ટ કરાવવો. રિપોર્ટ નેગેટીવ હોઇ તો જ બાળને વેક્સીન મુકાવવી.

7. હું મારા દીકરાને રસી નહીં અપાવું તો મારી પર શું કાર્યવાહી થશે?
જવાબઃ હાલ આવી કોઇ જોગવાઈ નથી.

8. બાળકોને જે કો-વેક્સિન આપવાના છે, તેનું માપ કેટલું હશે?
જવાબઃ રસીનું માપ 0.5 એમએલ હશે.

9. કો-વેક્સિન જ કેમ કોવિશિલ્ડ કેમ નહીં અપાય?
જવાબઃ કેન્દ્ર સરકારની સૂચના મુજબ કો-વેક્સિન જ અપાશે.

10. વિદ્યાર્થી કોલેજમાં ભણતો હોય તો વેક્સિન કઈ રીતે મૂકાવી?
જવાબઃ દરેક ઝોન વાઇઝ એક સેન્ટર અલગથી કાર્યરત છે ત્યાં જઇ વેક્સિન મુકાવી શકાશે.

11. એક મહિના પછી દીકરો 19 વર્ષનો થશે, બીજો ડોઝ કયો લેવો?
જવાબઃ બીજો ડોઝ પણ કો-વેક્સિનનો જ લેવો.

12. બાળકને વેક્સિન મૂકવતા પહેલા ભોજન કરાવવું કે નહીં?
જવાબઃ બાળકો નાસ્તો કરીને સ્કૂલમાં વેક્સિન લઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...