તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:આજે 160 કેન્દ્ર પર 16 હજાર લોકોને રસી આપવામાં આવશે

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશ જતા નાગરિકો માટે કાપોદ્રામાં સાગર કોમ્યુનિટી હોલ, પાલ કોમ્યુનિટી હોલ, વરાછા ઉમિયાધામમાં કેન્દ્ર ફાળવાયા

મમતા દિનની ઉજવણી અંતર્ગત બુધવારે શહેરમાં રસીકરણ બંધ રહ્યા બાદ હવે સરકારે રવિવારે પણ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી હવે વીકમાં 5 દિવસ રસીકરણની કામગીરી ચાલશે. આવતીકાલે ગુરુવારે પાલિકાના 160 કેન્દ્ર પર રસીકરણની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 78 સેન્ટર પર પ્રથમ અને 78 સેન્ટર પર સેકન્ડ ડોઝ મુકાશે.

વિદેશ જતા નાગરિકો માટે કાપોદ્રા સાગર કોમ્યુનિટી હોલ અને પાલ કોમ્યુનિટી હોલ અને કોવેક્સિન માટે વરાછા ઉમિયાધામ મંદિર, ભટાર અંબાનગર પ્રાથમિક શાળા ફાળવાઈ છે. કેન્દ્રદીઠ 100 રસીનો સ્ટોક ફાળવવામાં આવશે. જેથી 16 હજારનું રસીકરણ થશે.

‘ટેક્સટાઈલ માર્કેટના બંધ વેક્સિનેશન સેન્ટર ચાલુ કરો’
ટેક્સટાઈલ માર્કેટના વેક્સિનેશન સેન્ટરો બંધ કરાતા ફોસ્ટાએ પાલિકા કમિશનર પાનીને આવેદન આપી કહ્યું કે, 31 જૂલાઈ સુધીમાં વેપારી-કર્મીઓએ રસી લેવાની હોવાથી તમામ વેક્સિનેશન સેન્ટર તાત્કાલિક ચાલુ કરવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...