તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વેક્સિનેશન:3 દિવસ બંધ બાદ આજે 15 હજારને રસી અપાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
  • શહેર-જિલ્લામાં કોરોનાના નવા 12 કેસ, એક દર્દીનું મૃત્યુ, એક્ટિવ કેસની સંખ્યા 100 થઈ

3 દિવસ વેક્સિનેશન બંધ રહ્યા બાદ શનિવારથી પુન: વેક્સિનેશન શરૂ થશે. રાજ્ય સરકારે પાલિકાને 15 હજાર ડોઝ ફાળવ્યા છે. જોકે પાલિકાને રોજિંદા 50થી 80 હજાર ડોઝની જરૂર હોવાથી શનિવારે પણ ઘર્ષણ થવાની શક્યતા છે.

શુક્રવારે કોરોનાને લીધે વધુ એક દર્દીનું મોત નીપજ્યું હતું. જેને પગલે કુલ મૃત્યુઆંક 2113 પર પહોંચી ગયો છે. જેમાં જિલ્લાના પણ 484 મૃતકોનો સમાવેશ થાય છે. શુક્રવારે શહેરમાં 11 અને જિલ્લામાં 7 લોકો મળી 18 લોકો કોરોના મુક્ત બન્યા હતા. અત્યાર સુધીમાં કુલ 141137 લોકો કોરોનામુક્ત બની ચુક્યા છે. હાલ શહેર અને જિલ્લામાં કોરોનાના 100 એક્ટિવ કેસ છે.

સુરત શહેરમાં ઝોન પ્રમાણે નોંધાયેલા નવા કેસની વાત કરીએ તો મનપાના 8 ઝોન પૈકી ફક્ત અઠવા અને રાંદેર ઝોનમાં જ કોરોનાના 2-2 કેસ સામે આવ્યા હતા. બાકીના તમામ ઝોનમાં કોરોનાના ફક્ત 1-1 કેસ જ સામે આવ્યા હતા. જેને પગલે એવું સ્પષ્ટ જણાય છે કે, શહેરના બહુધા વિસ્તારોમાંથી કોરોનાના વળતા પાણી થયા છે. જેના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો બેફામ બની માસ્ક ન પહેરી સોશિયલ ડિસ્ટન્સનો પણ ખુલ્લેઆમ ભંગ કરીને કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે આ સમયે સાવચેતી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...