આમને,સામને:ભાજપ તરફી અપક્ષને જીતાડવા આપના સિનિયર નેતાએ 8ના બદલે 16 વોટ આપ્યા

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેલેટ પેપર જોવાની માંગ સાથે તોફાન કરતા કોર્પોરેટરોની પોલીસે ટિંગાટોળી કરી. - Divya Bhaskar
બેલેટ પેપર જોવાની માંગ સાથે તોફાન કરતા કોર્પોરેટરોની પોલીસે ટિંગાટોળી કરી.
  • એક કોર્પોરેટર 8 વોટ આપી શકે, કુલ 960 મત પડ્યા, 9 અમાન્ય
  • 3 PI, 10 PSI, 55 પોલીસ જવાનોએ ધમાલ થાળે પાડી, ભાજપના પણ કોર્પોરેટરનું ક્રોસ વોટિંગ

બીજેપી ના 93 અને આપના 27 મળી કુલ 120 કોર્પોરેટરો પાસે સમિતિના સભ્યો ને 8 મત આપી શકાય, તેથી કુલ મતો 960 હતા. ભાજપ તરફી અપક્ષને જીતાડવા આપના સિનિયર નેતાએ 8ના બદલે 16 વોટ આપતા બેલેટ પેપર રદ થયું હતું. કુલ 9 મત અમાન્ય થતાં 9 ઉમેદવારો ને મળી કુલ 951 મતો મળ્યાં હતા. આપના રમેશ પરમાર ને 95 મત જ મળતાં બહાર થઈ ગયાં હતા.

આપ કોર્પોરેટરોએ મેયરનો ઘેરવાની કોશિશ કરી.
આપ કોર્પોરેટરોએ મેયરનો ઘેરવાની કોશિશ કરી.

કાઉન્ટીંગ પેપર ફાડ્યાં, મહિલાની ગરિમા પણ ન જાળવી : મેયર
9માંથી 8 વિજેતાં થયાં 1 ઉમેદવારી પત્ર રદ્દ થયાં, ટોટલ 8 મત આપવાના હોય તેમાં એક મત વાય જેવો હતો તેથી એક મત ઓછો રહ્યો, એકમાં 16 મતો આપવામાં આવ્યાં હતાં. તે મત પત્રક બતાવાયું નહીં તેવો વિપક્ષે આક્ષેપ ક્યો પરંતુ વિપક્ષ નેતા, ઉપનેતા, દંડક હજાર જ હતાં, હાર સહન નહીં કરી શકતા સરદાર ખંડમાં અશોભનિય વર્તન કરી અને નુકસાન કર્યું છે. એક મહિલાની ગરિમા પણ નહી જાળવાતા વાણી વર્તન કરી ટોળા આવી પહોંચ્યા હતાં. બે ઉમેદવારો પણ હાજર હતાં કાઉન્ટીંગના કાગળો ફાડી નાંખ્યા હતાં તેથી બેલેટ પેપર મારી પાસે રાખી લઈ રિટર્નિંગ ઓફિસર તરીકેની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી છે.’ > હેમાલીબેન બોઘાવાલા, મેયર

મેયરનો પીએ બેલેટ પેપર લઈ ભાગી ગયો, ચૂંટણી રદ્દ થવી જોઇએ: વિપક્ષ
મત ગણતરી પુરી થયા બાદ રિકાઉન્ટિંગની અમે માંગ કરી હતી. બે બેલેટ પેપરમાં મિસ્ટેક હતી. ભાજપના સભ્યોથી ભૂલ થઈ છે એટલે બેલેટ પેપર બતાવતાં ન હતાં, એકમાં 8 કરતાં વધારે મત મળ્યાં હતાં તો એકમાં વાય જેવું હતું તેથી તે બાજુમાં મુકી દીધા હતાં. મેયરનો પીએ બેલેટ પેપર લઈ ને ભાગી ગયો, બેલેટ પેપર ચોરી થઈ જાય તેથી ચૂંટણી રદ્દ કરાવી જોઈએ, મેયર કહે છે કે વન બાય વન બલેટ પેપર બતાવાતાં હતાં પરંતુ મેયર જુઠ્ઠા છે અમને એક પણ બેલેટ બતાવ્યું નથી. હુમલો કોઈ તરફથી થયો નથી માત્ર સિક્યુરિટી સાથે ધક્કામુક્કી થઈ છે. અમે તો ક્યાં નિયમ હેઠળ રિકાઉન્ટીંગ નહીં થાય તે નિયમ બતાવવા માંગ કરી છે.’ > ધર્મેશ ભંડેરી, વિપક્ષ નેતા

ભાજપનો સૂત્રોચ્ચાર ‘આપિયા’, આપના સૂત્રોચ્ચાર ‘પાપિયા’ પાલિકા બહાર પણ આપના કાર્યકરો-કોર્પોરેટરોએ ચક્કાજામ કર્યો હતો. પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને મેયર હેમાલી બોઘાવાલાને અન્ય વાહનમાં જવાની નોબત આવી હતી. વાતાવરણ ભારે તંગ બની ગયું હતું. પાલિકા બહાર પણ આપ ના કાર્યકરોએ ચક્કાજામ કરી દેતાં કોઈ થી પાલિકા ના મુખ્ય ગેટ માંથી બહાર જઈ નહીં શકાય અને આવી નહીં શકાય તેવી સ્થિતિ નિર્માણ કરી દીધી હતી. કનુ બેડિયા અને પોલીસ વચ્ચે પણ ઝપાઝપી થઈ જતાં મામલો વધુ ગરમાઇ ગયો હતો. ચારથી પાંચ કર્મચારીઓને પણ મૂઢ માર વાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...