સુરતમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બિન ખેડૂત વ્યક્તિઓ દ્વારા ખેતીની જમીન ખરીદ કરતા અટકાવી તેમના દ્વારા ખરીદવામાં આવેલી જમીન સરકાર કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી.
સુરત જિલ્લાની પણ જમીન પણ ખરીદ-વેચાણ થયાનો આક્ષેપ
મુકેશભાઈ આંબલિયા (મંત્રી, ઓબીસી વિભાગ, કોંગ્રેસ) એ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બેનામી સંપતી ધરાવતા, રાજકીય વર્ગ ધરાવતા, અમુક માથાભારે ઈસમો દ્વારા અધિકારી સાથે મેળાપીપણા કરી બિન ખેડૂત વ્યક્તિ હોવા છતા ખેતીની જમીનના ખરીદ-વેચાણ કરી રહ્યા હોવાનું ધ્યાન પર આવ્યુ છે. જે બાબતે ગુજરાત OBC વિભાગ દ્વારા તપાસ કરાઈ રહી છે. જ્યારે એવી અનેક જમીનો અમારા ધ્યાન બહારના સુરત જિલ્લાની પણ હોવાનું અને એના સોદા એટલે કે ખરીદ-વેચાણ થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું છે.
અનેક મોટા ભોપાળા બહાર આવી શકે
વધુમાં જણાવ્યું હતું કે આ એક ગંભીર બાબત છે. બિન ખેડૂત વ્યક્તિ ખેતી લાયક જમીન લે-વેચ કરી રહ્યો હોય એ બાબતને કલેક્ટર ગંભીરતાથી લઈ સુઓમોટો પાવરનો ઉપયોગ કરી છેલ્લા છ વર્ષ દરમિયાન ખેતીની જમીનનાં થયેલા(દસ્તાવેજ ખરીદ-વેચાણ)ની તપાસ કરે તો અનેક મોટા ભોપાળા બહાર આવી શકે એમ છે. કરોડોના બે નંબરના વ્યવહાર પણ ઉઘાડા પડી શકે છે એ માટે કલેક્ટર તપાસ કરે એ માટે આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.