તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Application Letter To Surat Collector With Demand To Declare Cow As Mother Of The Nation And Formation Of Ahir Regiment In Indian Army

સમર્થન:ગૌ-માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવાની માગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર

સુરત3 મહિનો પહેલા
આહીર સમાજના યુવાનોએ સુરત કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી.
  • ગૌરક્ષકો અને ગૌ-પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

ગુજરાતના અર્જુન આંબલીયા દિલ્હી જંતર મંતર પર ધરણા પર બેઠા છે. તેઓની મુખ્ય બે માગ છે જેમાં પહેલી માગ ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને બીજી સેનામાં આહીર રેજીમેન્ટનું ગઠન કરવામાં આવે. આ બે માંગને લઈને તેઓ દિલ્હી જંતર પર છેલ્લા 165 દિવસથી ધરણા પર બેઠાં છે, છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. સુરતમાં તેઓના સમર્થનમાં સુરત જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. સુરતમાં મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને આ મામલે આવેદનપત્ર આપ્યું હતું.

આહીર સમાજના યુવાનો એકત્રિત થયા
ગૌમાતાને લઈને અનેક આંદોલનો ચાલી રહ્યા છે. ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવામાં આવે તેમજ ગૌવંશની હત્યા કરવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા રોક લગાવવા માટે સખ્તાઈપૂર્વકના પગલાં લેવામાં આવે તેવી માગ સતત કરવામાં આવી રહી છે. આહીર સમાજના યુવાનો દ્વારા અર્જુન આંબલીયાના સમર્થનમાં એકત્રિત થયા હતા અને તેમની માગણી સ્વીકારવા માટે રજૂઆત કરી હતી.

માગને લઈને કોઈ પગલાં ન લેવાતા આહીર સમાજના યુવાનોમાં રોષ.
માગને લઈને કોઈ પગલાં ન લેવાતા આહીર સમાજના યુવાનોમાં રોષ.

માગનું નિરાકરણ આવતું દેખાતું નથી
ધવલ રબારીએ જણાવ્યું કે ગૌ-હત્યાને લઈને સમગ્ર દેશભરમાં અનેક વખત ચર્ચાઓએ જોર પકડ્યું છે. પરંતુ જે રીતે સખ્તાઈપૂર્વકના પગલા લેવાવા જોઇએ તે લેવાય નથી રહ્યા અને તેના કારણે ગૌરક્ષકો અને ગૌ-પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી આ માગ લઇને રજૂઆતો કરવામાં આવી રહી છે પણ તેનું નિરાકરણ આવતું દેખાતું નથી.