તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Application Letter To Surat Collector For Removal Of Section 307 Against AAP Leader And Gujarat Jan Adhikar Manch President Pravin Ram

રજૂઆત:'આપ'ના નેતા અને ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવિણ રામ સામે 307ની કલમ દૂર કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત જન અધિકાર મંચમાં રોષ જોવા મળી રહ્યો છે. - Divya Bhaskar
ગુજરાત જન અધિકાર મંચમાં રોષ જોવા મળી રહ્યો છે.
  • રાજકીય કિન્નાખોરી રાખીને પ્રવિણ રામ સહિતના નેતાઓને સામે ગુનો દાખલ કરવામાં આવ્યોનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના નેતાઓ જૂનાગઢ ખાતે પ્રવાસ દરમિયાન લેરિયા ગામમાં તેમના ઉપર થયેલા હુમલાને વખોડવામાં આવી રહ્યો છે. ગુજરાત જન અધિકાર મંચના પ્રમુખ પ્રવીણ સામે ઇન્ડિયન પીનલ કોડની 307ની કલમ દાખલ કરાતા રોષ જોવા મળી રહ્યો છે. જન અધિકાર મંચ દ્વારા પ્રવિણ રામ સામે 307ની કલમ દૂર કરવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

307 જેવી ખોટી કલમ લગાડવામાં આવી
પ્રવિણ રામ ઉપર થયેલા હુમલાના તમામ વીડિયો બધાની પાસે છે અને પોલીસે પણ તે જોયા છે છતાં પણ એ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ત્યાંના લોકો દ્વારા હુમલો કરાયો હતો છતાં પણ પ્રવિણ રામ જેવા નેતા ઉપર 307 જેવી ખોટી કલમ લગાડવામાં આવી છે. જે લોકોએ જીવલેણ હુમલો કર્યો છે તેની સામે ફરિયાદ થવાને બદલે પ્રવિણ રામ શહેર આપના નેતા ઉપર ફરિયાદ કરવામાં આવી છે.

307ની કલમ દૂર કરવા રજૂઆત કરવામાં આવી.
307ની કલમ દૂર કરવા રજૂઆત કરવામાં આવી.

રાજકીય દબાણમાં ખોટી કલમ લગાવવામાં આવી હોવાનો આક્ષેપ
જન અધિકાર મંચના સુરત શહેરના પ્રમુખ સાગર આહિરે કહ્યું કે, આપના નેતા પ્રવીણ રામ ઉપર કરવામાં આવેલો હુમલો નિંદનીય છે. તેમની સામે રાજકીય દબાણમાં 307 જેવી ખોટી કલમ લગાડવામાં આવી છે. જેને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી માગણી અમે કરી છે. લેરિયા ગામમાં થયેલી સમગ્ર ઘટના લોકો સમક્ષ છે અને તેના તમામ પુરાવા હોવા છતાં માત્ર રાજકીય કિન્નાખોરી રાખીને પ્રવિણ રામ સહિતના નેતાઓને સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.