વાલીઓનો સ્કૂલને પત્ર:‘અભ્યાસક્રમ મજબૂત કરવા માટે બાળકોને ધો. 9માં ફરી પ્રવેશ આપો’

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓના વાલીઓનો સ્કૂલને પત્ર

ધો.1થી 10માં માસ પ્રમોશન અપાતા વાલીઓને ઓનલાઇન એજયુકેશનથી બાળકનો પાયો કાચો રહ્યાનો ડર સતાવે છે તેથી તેઓ પોતાના બાળકનું વર્ષ ભલે બગડે પણ ધો. 9માં જ પુન: અભ્યાસ કરાવવા માંગે છે. વાલીઓની આ માગ સંદર્ભે શહેરની એક સ્કૂલે જણાવ્યું કે, ધો.8 અને 9માં ઓન લાઇન એજ્યુકેશન આપવાની સાથે માસ પ્રમોશન અપાયું છે.જેથી આ વાલીઓએ ફરી તે જ ધોરણમાં અભ્યાસ કરાવવા અરજી કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું કે, વાલી ના પાડે તો પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનું હોય અરજી નહીં સ્વીકારાય.

બે વર્ષથી વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી ગયો
છેલ્લા બે વર્ષથી યોગ્ય અભ્યાસ નહીં મળતાં પાયો કાચો રહ્યો છે. વર્ષ 2022માં ધોરણ-10ની મુખ્ય પરીક્ષા શિક્ષણ બોર્ડ ઓફલાઇન લેશે. જેથી તે બોર્ડમાં નાપાસ થાય તેવી મને ચિંતા સતાવી રહી છે. આ કારણે અમે સ્કૂલના પ્રિન્સિપાલને મળ્યા હતા. અમે માસ પ્રમોશન ન લેવા એપ્લિકેશન કરી છે, જેમાં અમે અમારી દીકરીને પુન: ધોરણ-9માં અભ્યાસ કરાવવા જણાવ્યું છે. દીકરીનો પાયો મજૂબત થવાની સાથે આગામી વર્ષે ધોરણ-10માં સારા માર્ક્સ આવે તેવી મારી ઇચ્છા છે. > પ્રિતેશ શાહ, હિરા વેપારી

માસ પ્રમોશન ન લેનારને તે જ ધોરણમાં પ્રવેશ
શહેરની એક સ્કૂલના આચાર્યએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અગાઉ શિક્ષણ બોર્ડે વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વાલી માસ પ્રમોશન લેવા નહીં ઇચ્છતા હોય તો તેમની પાસે લેટરમાં લખાવવાનું રહેશે કે, અમે માસ પ્રમોશન લેવા ઇચ્છતા નથી અને અમારા બાળકના સારા અભ્યાસ માટે ફરી તે જ ધોરણમાં અભ્યાસ કરાવવા ઇચ્છીએ છીએ. જે પછી તે વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીં આપીને જે તે ધોરણમાં ફરી એડમિશન આપવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...