સુરત પત્ની હત્યા કેસ:પતિ દીકરાને કહેતો- તારી મમ્મીને તું મારી નાખ, હું તને જામીન પર છોડાવીશ, નહીં તો હું મારી નાખીશ

સુરત25 દિવસ પહેલા
  • પતિએ પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી
  • પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાના વહેમમાં ઝઘડા થતા હતા
  • રડીને માફી માંગવાનું નાટક કરી ઘરે આવ્યો ને પત્નીની હત્યા કરી

સુરતના ડિંડોલીમાં વહેમીલા પતિએ બેડરૂમ લોક કરી પત્નીને ચપ્પુના 7 ઘા મારી મોતને ઘાટ ઉતારી બારીમાંથી ભાગી ગયો હતો. સારવાર મળે તે પહેલાં પત્નીનું મોત થયું હતું. પોલીસે પતિ સુરૂભા ધીરસિંહ ઝાલાની ધરપકડ કરી હતી. સરૂભાને પત્નીના અફેરની શંકાના કારણે દીકરીને કહેતો હતો કે, તારી મમ્મીને તું મારી નાખ, હું તને જામીન પર છોડાવીશ, નહીં તો હું મારી નાખીશ.

પુત્ર નાસ્તો લેવા ગયો ને માતાને મોતને ઘાટ ઉતારી
ડિંડોલીના દેલાડવામાં વૃંદાવન રેસીડેન્સીમાં રહેતા સુરૂભા ધીરસિંહ ઝાલાને પત્ની રીના(ઉ.વ.38)નો અન્ય પુરુષ સાથે લગ્નેત્તર સંબંધ છે એવો વહેમ હતો. જેથી દોઢ માસથી ઝઘડતો હતો. સોમવારે પુત્રને ફોન કરી ઘરે આવવા કહેતા પુત્રએ રાત્રે આવવા ના પાડી હતી. બીજા દિવસે મંગળવારે સવારે સુરૂભા ઘરે આવ્યો અને પત્ની સામે રડવાનું નાટક કરી માફી માંગી હતી. પત્ની અને બન્ને સંતાનને થયું કે, પિતા સુધરી ગયા છે એમ માની પુત્ર નાસ્તો લેવા ગયો અને પુત્રી બાથરૂમમાં ગઈ ત્યારે સુરૂભાએ બેડરૂમ બંધ કરી પત્નીને ચપ્પુના 7 ઘા ઝીંકી હત્યા કરી હતી. પુત્ર વિક્રમે પિતા વિરુધ્ધ હત્યાની ફરિયાદ આપતા ધરપકડ થઈ છે.

પુત્ર નાસ્તો લેવા ગયો હતો.
પુત્ર નાસ્તો લેવા ગયો હતો.

જામીન પર છુટીને ઘરે જતો ન હતો
12 એપ્રિલે પતિએ પત્નીને હાથમાં તલવાર મારી હતી. જેમાં પત્નીએ પોલીસ ફરિયાદ આપી હતી. જેના આધારે ડિંડોલી પોલીસે પતિની ધરપકડ કરી હતી. સુરૂભા ઝાલા હાલમાં જામીન પર છુટીને ઘરે જતો ન હતો અને સોશિયલ મીડિયામાં ઓડિયો કલીપ અને મેસેજ કરી પત્ની વિરુધ્ધ કૉમેન્ટ કરતો હતો.

દીકરાએ જ પોલીસને બોલાવી.
દીકરાએ જ પોલીસને બોલાવી.

પત્નીના અફેરની માહિતી મળતા પુત્રને મારી નાખવા કહ્યું
દોઢ મહિના અગાઉ પત્નીના અફેરની માહિતી મળતા સુરૂભાએ એકલા બેસેલા પુત્ર પાસે જઈ કહ્યું હતું કે તારી મમ્મીનો બહાર કોઈ પુરુષ સાથે અફેર છે અને જો સમાજમાં કોઈને જાણ થશે તો આપણી સમાજમાં બદનામી થશે એટલે તું તારી મમ્મીને મારી નાખ હું તને જામીન પર છોડાવીશ. પુત્રએ સુરૂભાને સમજાવી વાતચીતથી નિરાકરણ લાવવા કહ્યું હતું. પણ સુરભાએ વાતચીત બાદ પણ આ જ પરિસ્થિતિ રહેવાની છે એના કરતા તું મારી નાખ નહીં તો હું મારી નાખીશ તેમ કહ્યું હતું.

બેડરૂમ બંધ કરી પત્નીને મોતને ઘાટ ઉતારી.
બેડરૂમ બંધ કરી પત્નીને મોતને ઘાટ ઉતારી.

મિત્રએ અન્ય પુરૂષ સાથેના ફોટો મોકલ્યા બાદથી ઝઘડો ચાલતો હતો
કારખાનેદાર સુરૂભાને એક મિત્રએ પત્નીના અન્ય પુરુષ સાથેના ફોટા મોકલ્યા હતા. તેને લીધે જ સુરૂભા પત્ની સાથે ઝઘડો કરતો હતો. મહિના અગાઉ સુરભાએ સાળી અને સાઢુભાઈ ઘરે આવ્યા હતા ત્યારે તેમની હાજરીમાં પત્નીને અફેર બાબતે માર પણ માર્યો હતો.