રેલ્વે સ્ટેશન પર લાંબા સમયથી સર્જાતા ટ્રાફિક જામના પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે ગઇકાલે પોલીસ, પાલિકા અને રેલવેના અધિકારીઓ સાથે બેઠક બાદ સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોને સ્ટેશન બહાર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી હતી. પાલિકાની ટીમે મેઇન રોડ પર દબાણ કરનાર લારીઓ, કાઉન્ટર સહિતના દબાણો હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. જેને લઇ મહંદઅંશે ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને રાહત મળી હતી.
રેલ્વે સ્ટેશન ફરતે દરરોજ લારીઓ, પાથરણાં, કેબિનો અને રિક્ષાવાળાઓના કારણે ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થતી હોવાની અનેકવાર ફરિયાદો ઉઠી હતી. જેથી બુધવારે પાલિકા દ્વારા દબાણ હટાવોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેલ્વે સ્ટેશનના એન્ટ્રી ગેટ અને એકઝીટ ગેટ પર તથા સર્કલથી આજુબાજુની જગ્યાઓમાંથી પાલિકા દ્વારા દબાણ ઊંચકવા આવ્યું હતું.
આ ઉપરાંત સર્કલની ફરતે રિક્ષાચાલકો દ્વારા થતું દબાણ પોલીસ દ્વારા હટાવવામાં આવ્યું હતું. સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના અધિકારીઓ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેલ્વે સ્ટેશન વિસ્તારોમાંથી કુલ 9 લારી, 1 કાઉન્ટર, 33 નંગ પરચુરણ સામાન અને પાથરણાં રસ્તા પરથી દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.