ક્રાઇમ:વેરો ઓછો બતાવવા રૂ. 5 હજારની લાંચ લેતાં SMCનો કલાર્ક ઝડપાયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • 42 હજારના પગારદાર કલાર્કને નિવૃત્તિમાં મહિનો બાકી હતો

લિંબાયત ઝોનના આકારણી વિભાગનો કલાર્ક બાંધકામમાં વેરો ઓછો બતાવવા માટે 5 હજારની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. 42 હજારનો પગારદાર આકારણી ક્લાર્ક 1 મહિના પછી નિવૃત થવાનો હતો. સરકારી તિજોરીને ચૂનો ચોપડતો ક્લાર્ક આવા ઘણા લોકો પાસેથી વેરો ઓછો બતાવવા લાખોની રકમ પડાવી હોવાની વાતો સામે આવી રહી છે.

લાંચિયા કલાર્કને ઝડપી પાડવા એસીબીએ શુક્રવારે મોડીરાતે ડિંડોલી ચાર રસ્તા સાંઇ પોઇન્ટ પાસે વોચ ગોઠવી હતી. લાંચની રકમ લેવા આવેલો આકારણી વિભાગનો 58 વર્ષીય કલાર્ક અમૃત વસ્તાભાઈ પરમાર (રહે.અમરોલી) 5 હજારની લાંચ લેતા રંગે હાથે પકડાયો હતો. કલાર્કને લાંચના છટકામાં પકડી પાડવા માટે સાંજથી એસીબીની ટીમે જાળ બિછાવી હતી પરંતુ લાંચિયો કલાર્ક હમણાં આવું છું, હમણાં આવું છું એમ કહી આવતો ન હતો, બાદમાં મોડીરાત્રે કરફ્યુના સમય દરમિયાનમાં એસીબીની ટીમના હાથે ઝડપાયો હતો.

અગાઉ 4 હજાર લીધાં
લિંબાયતમાં રહેતો અને પાનનો ગલ્લો ચલાવતા દુકાનદારે લિંબાયત (સાઉથ ઝોન)માં પ્લોટની માપણી કરાવી હતી. તે વખતે લાંચિયા ક્લાર્ક અમૃત પરમારે 5 હજારની માંગણી કરી હતી. જે તે વખતે દુકાનદારે 4 હજાર કલાર્કને આપ્યા હતા. પછી દુકાનદારે પ્લોટમાં બાંધકામ કર્યુ હતું. જેનો વેરો ઓછો કરવા માટે ક્લાર્ક 5 હજારની માંગણી કરી હતી. વારંવાર લાંચની માંગણી કરતો હોવાથી કંટાળીને કલાર્કએ તેના એક મિત્રને વાત કરી હતી. જેથી મિત્રએ એસીબીમાં ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...