• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • To Save People's Lives, Police On The Road, Police Deployment On Overbridges, Two wheeler Drivers Were Stopped And Diverted.

ઓવરબ્રિજ પર ટુ-વ્હીલરને પ્રતિબંધ:લોકોના જીવ બચાવવા પોલીસ રસ્તા પર, ઓવરબ્રિજ પર પોલીસ બંદોબસ્ત, ટુ-વ્હીલર ચાલકોને અટકાવી ડાયવર્ટ કરાયા

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉતરાયણમાં પતંગના દોરાથી ટુ-વ્હીલર ચાલકોને બચાવવા ઓવરબ્રિજ પર પ્રતિબંધ ફરમાવ્યો. - Divya Bhaskar
ઉતરાયણમાં પતંગના દોરાથી ટુ-વ્હીલર ચાલકોને બચાવવા ઓવરબ્રિજ પર પ્રતિબંધ ફરમાવ્યો.

ઉતરાયણ પર્વને લઈ ઘાતક દોરીથી લોકોના જીવ જોખમમાં ન મુકાય તેને લઈ શહેરના તમામ ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વહીલર ચલાવવા માટે પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. જેને લઇ બ્રિજ પર કોઈ પણ ટુ-વ્હીલર ચાલક પસાર ન થઈ શકે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. તમામ બ્રિજના છેડા ઉપર ખાસ પોલીસ તૈનાત કરાવી છે અને તમામને બ્રિજ પર જવા માટે રોકવામાં આવી રહ્યા છે.

લોકોની સુરક્ષા માટે ઓવરબ્રિજ પર પ્રતિબંધ
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના ધારદાર દોરાના કારણે બનતી અકસ્માતની ઘટનાને લઈ શહેર પોલીસ કમિશનરના આદેશ બાદ શહેરના તાપી બ્રિજ સિવાયના તમામ બ્રિજ પર ટુ-વ્હીલર વાહન ચાલકોની અવરજવર પર બે દિવસ સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જ્યારે ફોર વ્હીલ, ઓટો રીક્ષા સહિતના વાહનોની અવરજવર પર છૂટછાટ આપવામાં આવી છે. ફલાયઓવર બ્રિજના છેડે શહેર પોલીસના જવાનો અને હોમગાર્ડના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જ્યાં ટુ-વ્હીલર વાહનોને ફ્લાયઓવર બ્રિજ નજીકથી ડાયવર્ટ કરી દેવામાં આવી રહ્યા છે.

ટુ-વ્હીલર વાહનોને ફ્લાયઓવર બ્રિજ નજીકથી ડાયવર્ટ કરી દેવામાં આવી રહ્યા છે.
ટુ-વ્હીલર વાહનોને ફ્લાયઓવર બ્રિજ નજીકથી ડાયવર્ટ કરી દેવામાં આવી રહ્યા છે.

ઉતરાયણને ઓવરબ્રિજ માટે પોલીસ કમિશનર નું જાહેરનામું
સુરત શહેર બ્રિજ સિટી તરીકે જાણીતું છે અને શહેરમાં મોટી સંખ્યામાં લોકો બ્રિજ પરથી અવર-જવર કરે છે. ત્યારે ઉતરાયણ પર્વ દરમિયાન અકસ્માત કે ગળા કપાવવાના બનાવો ન બને તે માટે સુરત પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ આજે અને આવતી કાલ સુધી શહેરના તમામ ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર પર અવર જવર કરવા માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

નદીના બ્રિજ સિવાય તમામ ઓવરબ્રિજ બંધ
જાહેરનામાં મુજબ પ્રતિબંધિત સમય દરમિયાન ટુ-વ્હીલર વાહન ચાલકો નદી ઉપરના બ્રિજ સિવાયના તમામ ફ્લાય ઓવરબ્રિજની નીચેના રસ્તેથી અવર જવર કરી શકશે, જે ટુ-વ્હીલર વાહન ચાલકોએ ટુ-વ્હીલર ઉપર આગળના ભાગે સેફટી ગાર્ડ લગાવે તેવા વાહન ચાલકોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત નદી ઉપરના બ્રિજ ઉપર જનાર ટુ-વ્હીલર વાહન ચાલકોને પણ આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

બ્રિજ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે.
બ્રિજ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે.

પાલિકાના BRTS કોરિડોરમાં પતંગ ન ચગાવવા કે પકડવા પ્રતિબંધ
મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 14 અને 15 જાન્યુઆરીના રોજ ઉતરાણના પર્વની ઉજવણી શહેરમાં હર્ષો ઉલ્લાસ સાથે કરવામાં આવે છે. ઉતરાયણના રોજ લોકો દ્વારા પતંગ ઉડાવી/લૂંટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ અમુક કિસ્સાઓમાં લોકો દ્વારા BRTS કોરીડોરમાં પતંગ ચગાવતા/પકડતા હોય અકસ્માતની સંભાવના રહે છે. જેને ધ્યાને લઇ BRTS કોરીડોરમાં પતંગ ન ચગાવવા/પકડવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે. વધુમાં BRTS કોરીડોરમાં રસ્તો રેલીંગ ઉપરથી કુદીને પસાર નહી કરીને ફક્ત ઝેબ્રા ક્રોસિંગ પરથી બંને બાજુ જોઈ કાળજી પૂર્વક ઓળંગવા જણાવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...