• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Action Will Be Taken To Remove Permanent Pressure In Chauta Bazaar Of Surat, Shops Will Be Sealed If Shopkeeper Helps The Person With Bedding.

દબાણો સામે પાલિકાની લાલ આંખ:સુરતના ચૌટા બજારમાં કાયમી દબાણ દૂર કરવા કાર્યવાહી થશે, દુકાનદાર પાથરણાવાળાને મદદ કરશે તો દુકાનો સીલ કરાશે

સુરત3 મહિનો પહેલા
ચૌટા બજારમાં સતત રહેતા દબાણને હળવું કરવા માટે નોટિસો અપાઈ છે. - Divya Bhaskar
ચૌટા બજારમાં સતત રહેતા દબાણને હળવું કરવા માટે નોટિસો અપાઈ છે.
  • બહારથી આવતાં ફેરિયાઓના દબાણ માટે કોઈ કામગીરી ન થતી હોવાની રાવ

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત ચૌટા બજારમાં દબાણ કાયમી ધોરણે દૂર કરવા માટે પાલિકાએ આક્રમક વલણ અપનાવ્યું છે. પાલિકાએ ચૌટા બજારના તમામ દુકાનદારોને નોટીસ ફટકારીને તેમની દુકાન બહાર દબાણ થશે, તો દુકાન સીલ કરવાની કામગીરી કરવામાં આવશે.તેવી ચીમકી ઉચ્ચારી છે. પાલિકાની આ નોટિસને પગલે આજે તો ચૌટાબજારમાં દુકાન બહાર દબાણ ઓછા થઈ ગયા છે. પરંતુ બહારથી આવતા અને પાથરણા, છાબડી લઈને આવતા લોકોના દબાણ હજી પણ જોવા મળી રહ્યાં છે.

દબાણો હટાવાશે
સુરતના ચૌટા બજારમાં દબાણ દૂર કરવા માટે સ્થાનિકો દ્વારા આક્રમક વિરોધ કર્યા બાદ પાલિકા તંત્રએ દબાણ માટે જવાબદાર એવા દુકાનદારોને નોટિસ ફટકારવાનું શરૂ કર્યું છે. આ પહેલાં પાલિકાના કતારગામ ઝોનમાં દુકાન બહાર દબાણ થયા હતા. તે દુકાનો સીલ કરવાની કામગીરી કરી હતી. આ કામગીરી બાદ કતારગામ ઝોનમાં દુકાન બહાર થતા દબાણ દૂર થતાં હવે તે જ રીતે પાલિકા ચૌટા બજારમાં અપનાવવા જઈ રહી છે.

અગાઉ નોટિસ અપાયેલી
પાલિકા દ્વારા ચૌટા બજારમાં દુકાન ધરાવતા દુકાનદારોને નોટિસ ફટકારી છે. તેમાં જણાવ્યું છે કે, ચૌટા બજારમાં કાયમી ધોરણે દબાણ દૂર કરવા માટે અગાઉ નોટિસ આપવામાં આવી હતી. પરંતુ દુકાનો બહાર પાથરણા, એંગલ અને પતરા મૂકવા સાથે લારી ઉભી રાખીને દબાણ કરવામાં આવે છે. દુકાનદાર દબાણની ગેરકાયદે પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તે બહાર આવ્યું છે. આ અંગે વારંવાર સૂચના આપવા છતાં પણ તમારી મિલકત બહાર ગેરકાયદે દબાણ થઈ રહ્યાં છે.

રાહદારીઓને મુશ્કેલી
દબાણ કરનારાઓને પ્રોત્સાહન આપવાની નીતિના કારણે સ્થાનિક તથા રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. તેથી આ નોટિસ આપીને ફરીથી વેપારીઓને જાણ કરવામાં આવે છે કે, દુકાન બહાર દબાણ ત્રણ દિવસમાં દૂર કરવામાં આવશે. નહીં તો દુકાન સીલ કરવામાં આવશે. પાલિકાની આ નોટિસ બાદ દુકાનદારોએ પોતાની દુકાન બહાર દબાણ ઓછા કરી દીધા છે. દુકાન સીલ થાય તેના ડરે કદાચ હંગામી ધોરણે આ દબાણ દૂર પણ થઈ શકે છે.

ખરીદી માટે ગ્રાહકો વધારે આવે છે સાથે જ દુકાનો આગળ પણ દબાણો હોય છે.
ખરીદી માટે ગ્રાહકો વધારે આવે છે સાથે જ દુકાનો આગળ પણ દબાણો હોય છે.

પાથરણાવાળા યથાવત
પાલિકાની આ નોટીસને પગલે ચૌટા બજારમાં દુકાન બહાર આજે દબાણ ઓછા થઈ ગયા છે. પરંતુ બહાર ગામથી આવતા ફેરિયા અને પાથરણાવાળાઓ તથા છાબડી વાળાના દબાણ યથાવત જોવા મળે છે. પાલિકા દુકાનદારો સામે તો સીલીંગનો કોરડા વીંઝવા તૈયારી કરી રહી છે. તેની સાથે ગેરકાયદે દબાણ કરતાં છાબડી વાળા કે, પાથરણાવાળા સામે પણ પગલાં ભરે તેવી માગણી થઈ રહી છે.