રજૂઆત:સુરતમાં રમજાનમાં દરમિયાન ધાક-ધમકી આપીને હપ્તા મંગાતા હોવાની મહિલાઓએ ફરિયાદ પોલીસ કમિશનરને કરી

સુરત2 મહિનો પહેલા
મહિલાઓ પોલીસ કમિશનરને રજૂઆત કરી યોગ્ય પગલા લેવા માગ કરી હતી
  • અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે માગ

સુરતના સલાબતપુરામાં રમજાન મહિના દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ વિસ્તારમાં સતત ધાક-ધમકી આપીને રહીશોને ધરાવવામાં આવી રહ્યા છે. રાતના સમયે ખુલ્લા હથિયારો લઈને આ અસામાજિક તત્વો સ્થાનિક લોકો પાસેથી રૂપિયા માંગ્યા હોવાની ફરિયાદ ઉઠી છે. મુસ્લિમ સમાજની કેટલીક મહિલાઓ દ્વારા આજે સુરત પોલીસ કમિશનરને આ અસામાજિક તત્ત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે માગણી કરવામાં આવી છે.

અસામાજિક તત્વોનો આતંક
ઇન્દ્રપુરા વિસ્તારમાં રહેતા ફિરોઝ ઈંટવાળા રાતે રોઝા ખોલીને દુકાનની બહાર બેઠા હતા. ત્યારે આસિફ તલવાર અને શાહરુખ નામથી જાણીતા અસામાજિક તત્વો આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખુલ્લી તલવારો લઈને રાતના સમયે સ્થાનિક લોકોને ડરાવી રહ્યા છે. તેમના પાસેથી રૂપિયાની માગણી કરી રહ્યા હોવાની વાત સામે આવી રહી છે. અસામાજિક તત્વોના દ્વારા ખુલ્લી તલવાર લઈને આ વિસ્તારમાં રખડતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. સ્થાનિક મહિલાઓ રમજાન મહિનો હોવા છતાં પણ આજે પરિસ્થિતિ એટલી વણસી છે કે, તેઓ પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

હપ્તાની માગ
હિના શેખે જણાવ્યું કે, અમારો ઈટ રેતીનો બિઝનેસ છે. આખા રમજાન મહિના દરમિયાન અમને ખૂબ હેરાન કરવામાં આવી રહ્યા છે. મારા પિતા પાસેથી રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. રૂપિયા આપવાનું અમે સ્પષ્ટ ઇન્કાર કરી દેતા આ અસામાજિક તત્વો હવે અમને ખુલ્લા હથિયારો લઈને ડરાવવા અમારા ઘરે પહોંચી રહ્યા છે. અમારા પહેલા પણ આ વિસ્તારના અનેક લોકોને આશિષ તલવાર અને શાહરુખ નામના ઈસમ હેરાન કરી રહ્યા હતા હવે તેઓ અમારી પાછળ પડ્યા છે. પોલીસ કમિશનરને અમે રજૂઆત કરી છે અને જે સીસીટીવી ફૂટેજ છે તે અંગે પણ માહિતી આપવી છે. આવા અસામાજીક તત્વોનો આતંક ઓછો થાય તેના માટે ફરિયાદ કરવામાં આવી છે. આશિક અને તેના સાગરિતોને એવું લાગે છે કે તેઓ ડરાવીને અમારી પાસેથી રૂપિયા લઈ જશે પરંતુ અમારી મહેનતની કમાણી તેમને શા માટે અમે આપીએ.

અન્ય સમાચારો પણ છે...