તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂબંધીના ધજાગરા:સુરતની પાંડેસરા GIDCમાં દુકાન બહાર દારૂની મહેફિલ માણતા શખ્સોને ટકોર કરતા વેપારી પર હુમલો, પોલીસ દોડતી થઈ

સુરત5 મહિનો પહેલા
ખુલ્લેઆમ દારૂની મહેફિલ ચાલતી હતી.
  • દારૂની મહેફિલ માણવા બેસેલા શખ્સોને ટકોર કરતા દુકાન પર પથ્થરમારો કર્યો
  • પાંડેસરા GIDCમાં દારૂના ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાના વીડિયો વાઇરલ થયા

સુરતના પાંડેસરા GIDCમાં દારૂની મહેફિલ માણતા લોકોએ વેપારી પર હુમલો કર્યા બાદ દુકાન પર પથ્થરમારો કરી હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. દુકાન આગળ દારૂની મહેફિલ માણવા બેસેલા શખ્સોને ટકોર કરતા મામલો બીચકાયો હોવાનું સામે આવ્યું છે.

દારૂના અડ્ડાઓ બંધ કરાવવા રજુઆત
બેફામ બનેલા બુટલેગરોના માણસોએ પથ્થરમારો કર્યો હોવાનું સામે આવતા ઉદ્યોગપતિઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સાથે GIDCની તમામ ગલીઓમાં હપ્તાખોર પોલીસ કર્મચારીઓની મહેરબાનીઓથી અડ્ડાઓ ચાલી રહ્યા હોવાનો ઉદ્યોગપતિઓએ આરોપ પણ લગાવ્યો છે. જોકે હાલ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જતા લોકો ભેગા થઈને આ ન્યુસન્સ બંધ કરાવવા રજુઆત કરી રહ્યા છે.

વેપારી પર હુમલો થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.
વેપારી પર હુમલો થતા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા હતા.

નાના બાળકો સામે દેશીદારૂના વેચાણનો વીડિયો વાઇરલ
પાંડેસરા GIDC ઇન્ડસ્ટ્રીયલમાં કેટલાક શખ્સો દ્વારા વેપારી પર થયેલા હુમલા બાદ દારૂના ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાના વીડિયો વાઇરલ થયા છે. એટલું જ નહીં પણ નાના-નાના બાળકોની નજર સામે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાય રહ્યું છે. લોકો બારમાં મદિરાપાન કરતા હોય એવી મજા લેતા વીડિયો વાઇરલ થતા પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. કોઈ ઘરમાં કે કોઈ ઘરના ઓટલા પર કે કોઈ ખુલ્લા મેદાનમાં દારૂ નું વેચાણ કરતો દેખાય રહ્યો છે.

પાંડેસરા GIDCમાં પોલીસ કાફલો ગોઠવાયો.
પાંડેસરા GIDCમાં પોલીસ કાફલો ગોઠવાયો.

આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ વિનોદ પટેલ (કોર્પોરેટર અને પાલિકામાં દડક) એ જણાવ્યું હતું કે સવારે લગભગ સાડા નવ વાગ્યાના અરસા માં હું કામ માટે બહાર નીકળ્યો હતો. ત્યારે એક પટેલ વેપારીના ખાતા બહાર કેટલાક જાહેરમાં દારૂ પિતા હતા. જેને લઈ વેપારીએ ઠપકો આપતા તેના પર હુમલો કર્યો હતો. જેને લઈ બીજા પટેલ વેપારી ભાઈઓ ભેગા થઈ જતા શખ્સો ભાગી ગયા હતા. આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પોલીસને જાણ કરી મેં 4-5 ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક પોલીસ સ્ટેશન મોકલ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલે છે.