લોન:ટ્રીટેડ વોટરથી 200 કરોડ કમાવવા માટે વર્લ્ડ બેંકથી 1200 કરોડની લોન લેવાશે

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વર્લ્ડબેંકની ટીમ સાથે પાલિકાના અધિકારીઓની બેઠક યોજાઇ

ટ્રીટેડ વેસ્ટ વોટર ને ઉદ્યોગો ને વેચી ને સુરત મહાપાલિકા 200 કરોડ આવક મેળવી રહી છે. હજીરા ઉદ્યોગો ને ટ્રીટેડ વેસ્ટ વોટર આપવા પાલિકા વિશ્વબેંકથી 1200 કરોડની લોન મેળવશે. હજીરા ઉદ્યોગોને ટ્રીટેડ વેસ્ટ વોટર પુરું પાડવા મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડે તેમ છે .નાણાંકીય અસ્થિરતા કારણભૂત હોય પાલિકા ને પોતાના પ્રોજેક્ટો માટે ગ્રાંટ પર નિર્ભર રહેવું પડે છે એટલું જ નહીં રિવર ફ્રન્ટ, બરાજ અને હજીરા ને ટ્રીટેડ વેસ્ટ વોટર પૂરું પાડવા માટે વલ્ડ બેંક પાસે લોન મેળવવા પ્રયાસો કરી રહી છે.

પાલિકાની ગણતરી મુજબ હજીરા વિસ્તાર ના ઔદ્યોગિક એકમો ને ટ્રીટેડ વેસ્ટ વોટર પુરું પાડવા માટે રૂપિયા 1200 કરોડ ની લોન વલ્ડ બેંક પાસે થી મળે અને તેનો હપ્તો ટ્રીટેડ વેસ્ટ વોટર વેચી ને હજીરા ઉદ્યોગો પાસેથી મળતી આવક માંથી જ ભરાઇ જાય, પરંતુ વલ્ડ બેંક ની ઓફર કેટલી આવે છે કેટલું વ્યાજ ગણે છે તેના પર બધો જ મદાર છે.
વિશ્વ બેંકે ટ્રીટેડ વેસ્ટ વોટર પ્રોજેક્ટમાં રસ દાખવ્યો
વિશ્વબેંકે હજીરા ઉદ્યોગો ને ટ્રીટેડ વોટર પુરુ પાડવાના પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે.13 અને 14 મી એ વિશ્વબેંકના પ્રતિનિધિઓ જર્યોજ બટલર નિરજ ગુપ્તા,મોહિત ગનેરીવાલા ની ટીમ સાથે સુરતમાંપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત ના અધિકારીઓ સાથે સંયુક્ત મિટિંગ યોજાય હતી.

વર્લ્ડબેંક પોતાનું પ્રપોઝલ પાલિકાને આપશે
ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય પ્રોજેક્ટનીબેઠક યોજાયા બાદ વિશ્વબેંકના પ્રતિનિધિઓએ પ્રપોઝલ દિવાળી બાદ આપવા કહ્યું હતું પરંતુ કમિશનર શાલિની અગ્રવાલે દિવાળી પહેલાં પ્રપોઝલ આપવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...