શહેરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાયાત્રાનું 4 તારીખે ગુરુવારે સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી આયોજન કરવામાં આવશે. આ તિરંગા યાત્રા ડુમસ રોડ લાલભાઈ કોન્ટ્રાકટરથી રાહુલરાજ મોલ થઈ કારગીલચોક સુધી પદયાત્રા સ્વરૂપે યોજાનાર છે. યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. તિરંગા યાત્રાને લઈને સુરત શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશેષ કરીને સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ તિરંગા યાત્રાને યાદગાર દિવસ બનાવવા માટે પૂરજોરથી તૈયારી કરી રહ્યું છે. અલગ અલગ કાર્યક્રમો ટેક્સટાઇલ માર્કેટમાં આયોજન કરવામાં આવી રહ્યા છે. 10 ઓગસ્ટના દિવસે સુરતના રીંગરોડ વિસ્તારના અલગ અલગ ટેક્સટાઇલ માર્કેટ ઓના વેપારીઓ યાત્રામાં જોડાવા માટેનો આહવાન કરવામાં આવ્યું છે
રીંગરોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ યાત્રામાં જોડાશે
દરેક માર્કેટના એસોસિએશનના પ્રમુખ તેમજ અન્ય પદાધિકારીઓ સાથે મળીને બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વધુમાં વધુ સંખ્યામાં તિરંગા યાત્રામાં વેપારીઓ જોડાઈ તેવી અપીલ કરવામાં આવી રહી
STM માર્કેટથી યાત્રાની શરૂઆત થશે
ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું કે તિરંગા યાત્રાનું આયોજન ખૂબ મોટાપાયે કરવામાં આવી રહ્યું છે.સુરત ટેક્સટાઇલ માર્કેટથી યાત્રાની શરૂઆત થશે અને મિલેનિયમ માર્કેટ ખાતે તેનું સમાપન થશે. આ દ્રશ્યો સૌ કોઈને યાદ રહી જાય એ પ્રકારની યાત્રા હશે. આમ તો સુરત શહેરમાં લાખો ઘર અને સ્થળ એવા હશે કે જ્યાં તિરંગો લહેરાશે પરંતુ સુરતના ટેક્સટાઇલ વેપારીઓ આમાં ખૂબ જ ઉત્સાહ વધારે છે. આ યાત્રા ઐતિહાસિક યાત્રા પુરવાર થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.