સુરતના સમાચાર:હર ઘર તિરંગા અભિયાન, અંતરિયાળ વિસ્તારમાં રાષ્ટ્રધ્વજ પહોંચાડી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવા આયોજન

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગોલ્ડી સોલારના કર્મચારીઓ દ્વારા 75 હજારથી વધુ તિરંગાનું વિતરણ કરાશે. - Divya Bhaskar
ગોલ્ડી સોલારના કર્મચારીઓ દ્વારા 75 હજારથી વધુ તિરંગાનું વિતરણ કરાશે.
  • શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે

દેશને આઝાદી મળ્યાને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે. ત્યારે દરેક ઘર પર તિરંગો લહેરાય તે પ્રકારના આયોજનો સુરતમાં થઈ રહ્યાં છે. શ્રી બજરંગ સેના પણ જોડાઈ છે. જ્યારે ગોલ્ડી સોલાર દ્વારા 75 હજારથી વધુ તિરંગાનું વિતરણ અંતરિયાળ વિસ્તારથી લઈને શહેરોમાં કરવામાં આવ્યું છે.

દેશભાવના બળવતર કરવા પ્રયાસ
ગોલ્ડી સોલારના ઈશ્વરભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, આઝાદીના આ ઉત્સવમાં કેન્દ્ર સરકાર દ્વારા દરેક ઘરે તિરંગો ફરકાવીને દેશભાવના બળવતર કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે અમે પણ આ યજ્ઞમાં આહુતિ આપવા પ્રયાસ કર્યો છે. અમે 75 હજારથી વધુ તિરંગા ડાંગથી લઈને સુરત અને સૌરાષ્ટ્રમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે. વરસાદમાં પણ તિરંગો શાનથી ફરકી શકે તે માટે વિશેષ કાપડથી આ ધ્વજ બનાવવામાં આવ્યો છે. લોકોમાં પણ તિરંગો ફરકાવવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે.
શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે.

ધામધૂમથી ઉજવણી
શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશને મળેલી આઝાદીનો જશ્ન દરેક ભારતીય માનવે છે. તિરંગા આ દેશની આન બાન અને શાન છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને દેશભરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શ્રી બજરંગ સેનાએ પણ આ અભિયાનમાં જોડાવાનો નક્કી કર્યું છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના એક એક સદસ્ય જોડાશે અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસ ની ધૂમધામથી ઉજવણી કરશે.

અન્ય સમાચારો પણ છે...