ભાસ્કર એનાલિસિસ:સુરતના ચોકના કિલ્લાની ટિકિટ લાલ કિલ્લા કરતાં 3 ગણી મોંઘી, એક પરિવારે સરેરાશ 500 રૂપિયા ખર્ચવા પડશે

સુરત24 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતના ચોક કિલ્લાની તસવીર - Divya Bhaskar
સુરતના ચોક કિલ્લાની તસવીર
  • ઐતિહાસિક કિલ્લાનું રિસ્ટોરેશન પૂર્ણતાની આરે, આગામી વર્ષ માટે ટિકિટના દર 100 રૂપિયા નક્કી કરાયા
  • માર્ચ-23 સુધી વયસ્કો​​​​​​​ માટે ટિકિટના દર 40 રૂપિયા અને બાળકો-વૃદ્ધો માટે 20 રૂપિયા

ચોકના ઐતિહાસિક કિલ્લાનું રિડેવલપમેન્ટ અને રિસ્ટોરેશન 150 કરોડથી વધુના ખર્ચ સાથે પૂર્ણતાની આરે છે. કામગીરી પૂર્ણ થયા બાદ બાકીની ગેલેરીઓ પણ મુલાકાતીઓ માટે શરૂ કરવામાં આવનાર છે ત્યારે મુલાકાતીઓ માટેના રિવાઇઝ્ડ દર પ્રથમ વર્ષે (31-3-23) સુધી એ1, એ2, એ3 બિલ્ડીંગની મુલાકાત માટે પ્રવર્તમાન ટિકિટના દર 3થી 16 વર્ષ સુધીના બાળકો માટે રૂા.20, 16થી 60 વર્ષ સુધીના માટે રૂા.40 અને સિનિયર સિટીઝન માટે રૂા. 20 નક્કી કરાયા છે. બીજીતરફ દેશના 3 મહત્ત્વના સ્થળોમાં તાજમહાલ માટે 40, લાલકિલ્લા માટે 35 તથા આગ્રાફોર્ટ જોવાના દર 25 રૂપિયા જ છે.

આગામી ત્રણ વર્ષ માટે ટિકિટના દર આ રીતે વસૂલવામાં આવશે
સંરક્ષણ કાર્ય પૂર્ણ થયા બાદ કિલ્લાની સંપૂર્ણ મુલાકાત માટે (1-4-2023થી 31-3-2026 સુધી) 3થી 16 વર્ષના બાળકો-સિનિયર સિટીઝનોના રૂા.50, 16થી 60 વર્ષ માટે રૂા.100 અને વિદેશી મુલાકાતી માટે રૂા.500 ટિકિટના દર નક્કી કરાયા છે. ફોટોગ્રાફી માટે 20 અને વીડિયોગ્રાફી માટે 100 વસૂલાશે.

સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે સંસ્થાકીય મેમ્બરશીપ શરૂ કરાશે
શાળા-કોલેજના વિદ્યાર્થીઓ કિલ્લાની વધુમાં વધુ મુલાકાત લઈ શકે તે માટે ઇન્સ્ટિટયુશનલ મેમ્બરશીપ પણ શરૂ કરી વાર્ષિક ફિક્સ ચાર્જ વસૂલ કરીને કિલ્લાની મુલાકાત માટે બાળકોને પ્રેરિત કરાશે. આ માટે શાળાઓ માટે સૂચિત વાર્ષિક દર 500 વિદ્યાર્થીની મર્યાદામાં રૂા.5,000 અને કોલેજ માટે રૂા.10,000 નક્કી કરાયા છે. એવી જ રીતે 1000, 1500, 2000 તથા અમર્યાદિત વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પ્રવેશ ફી શાળાઓ અને કોલેજ માટે અનુક્રમે 10,000થી લઇ 80,000 નક્કી કરાઇ છે.

આમ પણ શહેરમાં હરવા-ફરવા લાયક સ્થળો ગણતરીનાં છે અને તે પણ મોંઘાદાટ
તાજમહેલ : રૂ. 40
લાલ કિલ્લો : રૂ. 35
આગ્રા ફોર્ટ : રૂ. 25

કેટેગરી પ્રમાણે આગામી વર્ષથી આ દર લાગુ થશે

3-16 વર્ષના બાળકો

રૂ.50
સિનિયર સિટિઝનોરૂ.50
16થી 60 વર્ષ માટેરૂ. 100
વિદેશી મુલાકાતીરૂ.500
ફોટોગ્રાફીરૂ. 20
વીડિયોગ્રાફીરૂ. 100
અન્ય સમાચારો પણ છે...