તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરૂણ મોત:સુરતમાં નવસારી રેલવેના ટિકિટ બુકિંગ ક્લાર્કનું રોડ અકસ્માતમાં મોત, ઘરનો આધાર છીનવાયો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતકની ફાઈલ તસવીર. - Divya Bhaskar
મૃતકની ફાઈલ તસવીર.
  • માતા, પત્ની અને એકની એક દીકરીએ આધાર ગુમાવ્યો

સુરતમાં મજુરાગેટ આયકર ભવન પાસે રેલવેના ટિકિટ બુકિંગ ક્લાર્કનું રોડ અકસ્માતમાં મોત નીપજતા તમામ કર્મચારીઓમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. 54 વર્ષીય પ્રદીપ કુમાર પ્રમોદભાઈ શર્મા આજે સવારે નવસારી રેલવે સ્ટેશન પર ફરજ પર જવા માટે કચ્છ એક્સપ્રેસ ટ્રેન પકડવા ઘરે થી નીકળ્યા હતા. લોકોએ જણાવ્યું હતું કે ઓક્સિજન ભરેલા ટેમ્પા ચાલકની બેદરકારીને કારણે અકસ્માત સર્જાતા પ્રદીપકુમાર ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

4 મહિના પહેલાં જ નવસારી પોસ્ટિંગ થયું હતું
અનિલભાઈ (સાથી કર્મચારી) એ જણાવ્યું હતું કે પ્રદીપકુમાર પ્રમોદભાઈ શર્મા લગભગ 25 વર્ષથી રેલવે બુકિંગ કાઉન્ટર પર નોકરી કરી રહ્યા છે. લગભગ 4 મહિના પહેલા ચીફ બુકિંગ સુપર વાઇઝર તરીકે એમની પોસ્ટિંગ નવસારી રેલવે સ્ટેશન પર થઈ હતી.

મૃતક પ્રદીપકુમાર સહયોગી સ્વભાવના હતા
પિતાના અવસાન બાદ પ્રદીપકુમાર માતા, પત્ની અને એકની એક દીકરી સાથે પીપલોદ રહેતા હતા. મૂળ પંજાબના રહેવાસી પ્રદીપકુમાર ખૂબ જ સહયોગી સ્વભાવના હતા. આજે મધર્સ ડેના રોજ એમનું અકસ્માતમાં નિધન થયું હોવાના સમાચારે કંપારી લાવી દીધી છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી જ પ્રાથના કરીશું.