ટાઈકોન નું આયોજન:સુરતમાં ટાઈ કોન્ફરન્સ શરૂ, શહેરના સ્ટાર્ટઅપ આજે 100 ઇન્વેસ્ટરો સામે આઈડિયા રજૂ કરશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના ટોપ 20 આંત્રપ્રિન્યોર સ્પિકર તરીકે હાજર રહેશે, 15 સ્ટાર્ટઅપને સ્પીચ આપવાનો મોકો મળશે

દક્ષિણ ગુજરાતમાં સ્ટાર્ટઅપને પ્રમોટ કરવાની સાથે સાથે સ્ટાર્ટઅપને મેન્ટરિંગ, ઈક્યુબેશન, એજ્યુકેશન, ફડિંગ અને નેટવર્કિંગ કરવા સુરતમાં ટાઈ (ઈન્ડસ આંત્રપ્રિન્યોર ) સંસ્થા દ્વારા પ્રથમ વખત સુરતમાં ટાઈકોન (ટાઈ કોન્ફરન્સ)નું આયોજન કરાઈ રહ્યું છે. આ કોન્ફરન્સની શરૂઆત શુક્રવારે 18 નવેમ્બરે મેરિયોટ હોટલ અઠવાલાઇન્સ ખાતે થઈ હતી. જેમાં આજે શહેરના સ્ટાર્ટઅપ 100 ઇન્વેસ્ટરો સામે પોતાના પ્રોજેક્ટ-આઇડિયા રજૂ કરશે.

કાર્યક્રમમાં દેશના ટોપ 20 આંત્રપ્રિન્યોર ઉપસ્થિત રહેશે. સાથે દેશના 100 રોકાણકારો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને તેમની સામે સુરતના સ્ટાર્ટઅપ્સને પોતાના આઈડિયા-પ્રોજેક્ટ રજૂ કરવાનો મોકો મળશે. કાર્યક્રમની થીમ ‘એમ્પાવરિંગ ફ્યુટરપ્રિન્યોર્સ’ રાખવામાં આવી છે. જેમાં વિશ્વભરના ટાઇ સદસ્યો, ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટ-અપના સંસ્થાપકો, એન્જલ ઇન્વેસ્ટર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ, સ્ટાર્ટ-અપ મેન્ટર્સ, સરકારી અધિકારીઓ, ડિપ્લોમેટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સ્પીકર તરીકે હન્ડરેડ એક્સ.વીસીના ફાઉન્ડર અને પાર્ટનર સંજય મહેતા, કો ફાઉન્ડર ઓફ નાસકોમ, ફાઉન્ડર અને એક્ઝિક્યુટિવ ચેરમેન ઓફ ઓનવર્ડ ટેક્નોલોજીસ લિમિટેડ હરીશ મહેતા, ફાઉન્ડર અને જોઇન્ટ એમડી નઝારા ટેક્નોલોજીસ લિમિટેડ નીતીશ મિટર્સાઈન, ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ચેરમેન બી. જે. અરુણ, ટાઇ ગ્લોબલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના વાઇસ ચેરમેન મુરલી બુક્કાપટનમ અને ટાઇ ઇન્ડિયા એન્જલ્સના ચેરમેન મહાવીર પ્રતાપ શર્મા ઉપસ્થિત રહેશ. તે ઉપરાંત બીજા 30થી વધારે સ્ટાર્ટઅપ ફાઉન્ડર અને વેંચર કેપિટલિસ્ટ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

આજે સુરતના 24 સ્ટાર્ટઅપને પ્રદર્શનમાં મુકાશે
આ કાર્યક્રમમાં એક સ્ટાર્ટઅપ પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે. સુરતના ટોપ 24 જેટલા સ્ટાર્ટઅપ પસંદ કરીને આ પેવેલિયનમાં પ્રદર્શનમાં મુકવામાં આવશે. લોકો આ સ્ટાર્ટઅપ વિશે જાણી શકશે અને રસ પડશે તો સ્ટાર્ટઅપમાં રોકાણ પણ કરી શકશે. જે સ્ટાર્ટઅપ પેવેલિયનમાં મુકાશે તેમાં ડ્રીમ ચાઇલ્ડ ગર્ભસંસ્કાર, રોયલપોસ, ફાર્મ હાઉસ હબ, એડક્રિટી, સોલન્સ એપ: અ સોલાર બિડિંગ પ્લેટફોર્મ, અલ્પાઇનો હેલ્થ ફૂડ્સ, ટ્રેઝિક્સ, યુનિસિંક એન્જલ્સ, સેમ્સટો, બેબે બર્પ, વન સ્પેસ: એ વન સોલ્યુશન ફોર ઇન્ટિરિયર, ફર્સ્ટ ચાર્જ પ્રાઇવેટ લિમિટેડ, આરએસએ કન્સલ્ટન્ટ, સર્ટબાર, ગ્રોઇટ ઇન્ડિયા, એવીફાઇ લોજીટેક, લોજિકવિન્ડ ટેક્નોલોજીઝ, ડબ્લ્યુએ ડોટ ટીમ, સીડટ્રી, વોવ્લ ક્લાઉડ ઓપ્સ, ઝોઇવેન પેટ્સ અને ઓપિક્સો સામેલ છે.

સુરતના સ્ટાર્ટઅપને રોકાણકારો મળશે
સુરત ટાઈના પ્રેસિડેન્ટ કશ્યપ પંડ્યાએ કહ્યું હુતં કે, સુરતના ઉદ્યોગ સાહસિકોના આઈડિયાને માર્ગદર્શન આપી રોકાણ માટે સહાય કરી શકાય તે માટે આ આયોજન કરાયું છે. જેનાથી સુરતના સ્ટાર્ટઅપને મોટો ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...