• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Thus Understand The Entire Case And Know The Punishable Legal Provision, Violation Of The IT Act Is A Non bailable Offense Punishable By 5 Years

શું રણવીરનો ફોટો અશ્લીલ ગણાય?:આ રીતે સમજો આખો કેસ અને જાણો સજાપાત્ર કાનૂની જોગવાઈ, IT એક્ટનો ભંગ બિનજામીનપાત્ર ગુનો ને 5 વર્ષની સજા

સુરત21 દિવસ પહેલાલેખક: દેવેન ચિત્તે

બોલિવૂડ સ્ટાર રણવીરસિંહે 'પેપર મેગેઝિન' માટે ન્યૂડ ફોટોશૂટ કરાવતા તો કરાવી દીધું, પણ તે મોટા વિવાદમાં ફસાયો છે. એના માટે સૌથી મોટી મુશ્કેલી એ છે કે તેની સામે IT એક્ટની કલમો લાગી છે, જેનો ગુનો બિનજામીનપાત્ર અને ઓછામાં ઓછી 5 વર્ષની સજા કરી શકે છે. દેશભરમાં હવે ચર્ચા છે કે શું રણવીરે પોતાના ન્યૂડ ફોટોશૂટને પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને આ મુસીબત વહોરી છે? સાયબર વકીલ સ્નેહલ વકીલનાએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં આ આખા કોયડાને ઉકેલ્યો છે. તેમણે કહ્યું હતું કે IT એક્ટ હેઠળ ગુનો બને તો 5 વર્ષની સજા અને રૂ.10 લાખ સુધીનો દંડ થઈ શકે છે.

શું છે આખો ન્યૂડ ફોટોશૂટને લગતો વિવાદ?
રણવીરસિંહે 'પેપર મેગેઝિન' માટે ફોટોશૂટ કરાવ્યું, જેની તસવીર વાઈરલ થઈ. આ ફોટોમાં રણવીર કંઈપણ પહેર્યા વિના કાર્પેટ પર સૂતો જોવા મળ્યો. અન્ય એક તસવીરમાં તે માત્ર અન્ડરવેર પહેરેલો જોવા મળી રહ્યો છે. એક ઈન્ટરવ્યુમાં રણવીરે કહ્યું હતું કે તે હજારો લોકોની સામે ન્યૂડ થઈ શકે છે. મુંબઈના ચેમ્બુરમાં રણવીરના ન્યૂડ ફોટોશૂટ વિરુદ્ધ FIR દાખલ કરાઈ છે. ફરિયાદીએ આરોપ મૂક્યો છે કે રણવીરે આ ફોટોશૂટ વડે મહિલાઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. આ FIR મુંબઈ સ્થિત શ્યામ મંગારામ ફાઉન્ડેશન નામના NGOના સંચાલક દ્વારા દાખલ કરવામાં આવી છે. તો ચાલો... જાણીએ એક્સપર્ટના મુખે કે આ કેસનું હવે શું થશે?