સુરતમાં સતત ચોથા દિવસે વરસાદ:ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર

સુરત19 દિવસ પહેલા
ભરબપોરે સાંજ જેવો માહોલ છવાયો.

હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ સુરતના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. સુરત શહેરમાં સતત ચોથા દિવસે વાતાવરણમાં પલટો બાદ જોરદાર વરસાદ વરસી રહ્યો છે.

વાતાવરણમાં પલટો
શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું. સમગ્ર સુરત શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. સુરત શહેરના ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ધમાકેદાર વરસાદની એન્ટ્રી સુરત શહેરમાં જોવા મળી હતી. સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બપોર બાદ વાતાવરણમાં પલટો છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોવા મળી રહ્યો છે.

આગાહી મુજબ દેમાર વરસાદ
હવામાન વિભાગે 16 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે જનજીવન ઉપર તેની અસર દેખાઈ રહી છે. હજી પણ આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. આગાહી મુજબ જ સુરત શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે.

અન્ય સમાચારો પણ છે...