તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:સુરતમાં કાપડ વેપારી પાસેથી 53 લાખનો સામાન ખરીદીને રૂપિયાના બદલામાં ઠગ પિતા-પુત્રએ હાથ પગ તોડી નાખવાની ધમકી આપી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • 90 દિવસમાં રૂપિયા આપી દેવાનું કહ્યા બાદ પેમેન્ટ આપ્યું નહી

સુરતના રિંગરોડ કાપડ માર્કેટમાં દુકાન ધરાવતા એક વેપારીને ઠગબાજ પિતા-પુત્ર ભેટી જતા સલાબતપુરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કુંદન હાઉસમાં અલમાસ ટેક્ષટાઈલના નામે વેપાર કરતા ચશ્માવાલા પિતા-પુત્રએ જશ માર્કેટના વેપારી પાસેથી રૂપિયા 53 લાખનો કાપડનો માલ ખરીદયા બાદ હાથ ઊંચા કરી દેતા વેપારી દોડતા થઈ ગયા છે. હતો. માલની ખરીદી બાદ 90 દિવસમાં રૂપિયા ચૂકવી દેવાના વચનો આપી છેતરપીંડી કરાઈ હોવાનું પીડિત વેપારીએ જણાવ્યું છે. આઠ વર્ષથી નીકળતા નાણાં ની ઉઘરાણી કરતા વેપારીને ટાટીયા તોડી જાનથી મારી નાંખવાની ધમકી મળતા પોલીસે તપાસ હાથ ધરી છે.

53 લાખનો માલ ખરીદયો હતો
વિપુલ મનુસખભાઈ ભાદાણી ઉ.વ.૪૪ (રહે, વરાછા રોડ ખાંડ બજાર રેલવે પોલીસ લાઈનની પાછળ સંતોકબા સોસાયટી) એ જણાવ્યું હતું કે, તેઓ રિંગરોડ જશ ટેક્ષટાઈલ માર્કેટમાં દયારામ સિલ્ક મીલ્સ પ્રા.લી ના નામથી કાપડનો ધંધો કરે છે. સલાબતપુરા કુંદન હાઉસમાં અલમાસ ટેક્ષટાઈલના વહીવટકર્તા આસીફ ચશ્માવાલા (મેમણ) અને તેનો પુત્ર અરબાઝ આસીફ ચશ્માવાલાએ ગત તા 9 એપ્રિલ 2014 થી 21 ફેબ્રુઆરી 2015 સુધીમાં અલગ અલગ બીલ ચલણથી રૂપિયા 27,84,922 નો અને ભાદાણી ટેક્ષમાંથી ગત તા 11 ડિસેમ્બર 2014થી 28 ફેબ્રુઆરી 2015 સુધીમાં રૂપિયા 25,18,130 મળી કુલ રૂપિયા 53,03,052 નો કાપડનો માલ ખરીદયો હતો.

રૂપિયાના બદલે ધમકી આપી
આ માલના પૈસા માત્ર 90 દિવસમાં ચૂકવી દેવાઉ વચન આપ્યો હતું. જોકે 90 દિવસના બદલે આઠ વર્ષ સુધી પૈસા નહિ ચૂકવી પૈસા આપવાની વાત કરીએ એટલે ગલ્લાંતલ્લાં કરી સમય પસાર કરતા આવ્યા છે. ત્યારબાદ પિતા પુત્રએ હવે પૈસાની ઉઘરાણી કરીશ તો હાથ ટાટીયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેમજ જ બંને દુકાન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઇ ગયા છે. બાકી નીકળતા નાણાં ને લઈ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઢવાર ખખડાવતા પોલીસ ફરિયાદ નોંધી ઠગબાજ પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.