તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:હત્યાની કોશિશના ત્રણ વર્ષ બાદ પોલીસની જીમ ટ્રેનરને ફરી ધમકી

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોન્સ્ટેબલ સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો

સલાબતપુરા રેશનવાડમાં રહેતા 38 વર્ષના સુલેમાન અબ્દુલ કાદર શેખ ઝાંબા બજારમાં આવેલી એક જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે.ત્રણ વર્ષ પહેલા પોલીસ કોન્ટેબલ મોહંમદ શકીલ મોહમંદ ઈસ્માઈલ સામે મારામારી કરવા અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની અદાવત રાખી પો.કો. મોહમંદ શકીલે અવાર નવાર સુલેમાન સાથે ઝઘડો કરવા પ્રયત્ન કરતો હતો.

શુક્રવારે બપોરે બાર વાગ્યાના અરસામાં સુલેમાન તેના મિત્ર અલ્તાફ સોપારીવાલા સાથે ઘરેથી કામ અર્થે જતો હતો. તે રિફાયા મસ્જીદ પાસેથી પસાર થતો હતો. ત્યારે પો.કો. શકિલે તેને રોકી ગાળો આપી ખોટા પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપતા ગુનો નોંધ્યો છે.

જીમ ટ્રેનર સુલેમાનને ધમકી આપનાર કોન્સ્ટેબલે સાક્ષીને પણ ધમકી આપી
સલાબતપુરા વિસ્તારમાં આવેલા રેશમવાડમાં રહેતા જીમ ટ્રેનરને ધમકી આપનાર પોલીસ કોન્સ્ટેબલે તેના કેસના સાક્ષીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વધુ એક ફરિયાદ સલાબતપુરા પોલીસમાં નોંધાય છે. સલાબતપુરા પોલીસ મથક પરથી પ્રાપ્ત વિગતો અનુસાર, સલાબતપુરા રેશમવાડમાં રહેતા સુલેમાન પર આ વિસ્તારમાં રહેતા પોલીસ કન્સ્ટેબલ મોહમદ શકિલે જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

બનાવ અંગે સલાબતપુરા પોલીસે તેની ધરપકડ કરી હતી. આ કેસ ચાલી રહ્યો છે. ત્યારે પો કો શકિલે સાંજે મિત્ર સાથે ઉભેલા ફરિયાદી સુલેમાનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપ્યા બાદ આ કેસના સાક્ષી અબ્દુલ ગફાર અબ્દુલ સત્તાર શેખને ધમકી આપી હતી કે, તું મારા વિરૂદ્ધ જુબાની કેમ આપે છે. હવે પછી મારા કેસમાં જુબાની આપવા માટે જઇશ તો જાન ગુમાવીશ. દાદાગીરી કરનાર કોન્સ્ટેબલ શકિલની ધમકીથી ગભરાઇ જઇને અબ્દુલ ગફારે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો