કોર્ટનો હુકમ:કિશોરીની કમરના ભાગે હાથ ફેરવનારને ત્રણ વર્ષની સજા

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાપોદ્રાની કિશોરી કાકા સાથે બાઈક પર જતી હતી

કાપોદ્રાની 17 વર્ષીય કિશોરીને તાવ હોવાથી હોસ્પિટલમાં કાકાની સાથે બાઇક પર જતી હતી ત્યારે કિશોરીના કમરના ભાગે હાથ લગાવી છેડતી કરનાર 36 વર્ષીય આરોપી રતિલાલ અઘેરા(રહે.કાપોદ્રા)ને કોર્ટે 3 વર્ષની સજા, 5 હજારનો દંડ અને દંડ ન ભરે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો.પીડિતાને 25 હજાર વળતર ચૂકવવા પણ હુકમ કરાયો છે. સરકાર પક્ષે એપીપી વિશાલ ફળદુએ દલીલો કરી હતી. પોક્સો કેસના વિશેષ ન્યાયાધિશ દીલીપ મહિડાની કોર્ટે નોંધ્યું કે, ભોગ બનનારને કમરના ભાગે સ્પર્શ કરી, શારીરિક અડપલાં અને છેડછાડ કરી તે વાસનાયુક્ત છે.

કિશોરી 12 ઓકટોબર 2020એ કાકા સાથે બાઈક પર હોસ્પિટલ જતા હતા ત્યારે એક પાનના ગલ્લાં પાસે ઊભા રહ્યા હતા. આ સમયે પાછળથી આવેલા આરોપી રતિલાલ અઘેરાએ કિશોરીના કમરના ભાગે સ્પર્શ કરી છેડતી કરી હતી. જેથી તેને સ્થળ પર જ માર મારીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. બચાવ પક્ષે દલીલ કરી કે, ઘટના સમયે લોકડાઉન લાગુ હતું. આરોપી પાસે કામ ન હોય તેણે દારૂ પીધો હતો.

અન્ય સમાચારો પણ છે...