તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેતરપિંડી:સુરતમાં સોનાના પડ ચઢાવેલા દાગીના પર 10.87 લાખની લોન લેનાર ત્રણ ભેજાબાજ વિરૂદ્ધ ફરીયાદ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાપોદ્રા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર. - Divya Bhaskar
કાપોદ્રા પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર.
  • અગાઉ પણ ત્રણેયે પડ ચઢાવેલા દાગીના પર લોન લીધી હતી
  • બેંક ઓડિટમાં સમગ્ર હક્કીત બહાર આવતા ફરિયાદ કરાઈ

સુરત શહેરમાં આવેલા વરાછા હીરાબાગ સ્થિત ફેડબેંક ફાઈનાન્સ સર્વિસ લિ.માં સોનાના પડ ચઢાવેલા દાગીના પર 10.87 લાખની લોન લેનાર ત્રણ ભેજાબાજ વિરૂધ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે. ત્રણેય ભેજાબાજ વિરૂધ્ધ અગાઉ પણ આ રીતે લોન લેવા બદલ ગુના નોંધાય ચૂકયા છે.

ગીરવે મૂકેલા દાગીના પર માત્ર સોનાના પડ ચડાવેલા હતા
વરાછા હીરાબાગ સ્થિત સહજાનંદ કોમ્પ્લેક્ષમાં ફેડબેંક ફાઇનાન્સ સર્વિસ લિમીટેડ નામની નોન બેકિંગ ફાઇનાન્સિયલ કંપનીમાં ગત દિવસોમાં ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટ દરમિયાન લોનધારક કેયુર હરસુખ શીંગાળા, કરણ ભીમાભાઇ ભમ્મર અને ચિરાગ શંભુભાઇ નાડાએ કુલ 10.87 લાખની લોન માટે જે દાગીના ગીરવે મૂક્યા હતા તે સોનાના પડ ચઢાવેલા હોવાનું જણાયું હતું. જે અંગે બેંક દ્વારા ખાત્રી કરવા માટે દાગીના પર ઘીસી મારી હતી. જેમાં દાગીના સોનાના નહીં પરંતુ તેની ઉપર માત્ર પડ ચઢાવેલું હતું.

આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાયો છે
ત્રણેય આરોપીઓ દ્વારા અગાઉ પણ સોનાના પડ ચઢાવેલા દાગીના રજૂ કરી લોન લીધી હોવાનો ગુનો કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાય ચૂકયો હતો. જેને પગલે બેંકના એરીયા મેનેજર અમીત દુર્લભ ટંડેલ (ઉ.વ. 43 રહે. શિવચરણ સોસાયટી, સોમનાથ મંદિરની પાછળ, બિલીમોરા) એ ત્રણેય ભેજાબાજ વિરૂદ્ધ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો