ક્રાઇમ:વેસુની હોટલમાં દારૂ પીધેલા વેપારી સહિત ત્રણ પકડાયા

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રેડ કરી તે રૂમમાં 3 મહિલા હતી, કંઈ ન મળ્યું, પાછી ફરતાં સામેના રૂમમાંથી 3 પકડાયા

વેસુમાં રિશ્તા એન્ડ જહાન બેન્ક્વેટ એન્ડ રૂમમાં રૂમ નં-401માં મહેફિલ ચાલે છે તેવો કોલ 27મી તારીખે મધરાત્રે 1.28 વાગ્યે પોલીસને મળ્યો હતો. આથી ઉમરા પોલીસે હોટેલમાં રૂમ નં-401માં તપાસ કરતા 3 મહિલાઓ મળ‌ી હતી. જે રૂમમાં દારૂની મહેફીલનો કોલ મળ્યો તેમાં કશુ મળી આવ્યું ન હતું. આ સમયે રૂમ નં-404ની સામે બહારથી 3 નબીરા નશાની હાલતમાં હોવાથી પોલીસની ઝપટે ચઢી ગયા હતા.

ઉમરા પોલીસે જાતે ફરિયાદી બની દારૂ પીધેલા એલઆઈસી એજન્ટ ખુશાલ જયેશ ચેવલી(27)(ક્રીમસન પેલેસ, અલથાણ), કાપડનો વેપારી નિહાર પ્રદીપ ઠાકુર(21)(રહે, વસંતવિહાર સોસા, ઉધના-મગદલ્લા રોડ) અને કોલેજીયન શિવમ સુનિલ અગ્રવાલ(21)(રહે, ગોપાલ એપાર્ટમેન્ટ, સિટીલાઇટ)ની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...