તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોમાં રોષ:આજે 40 કેન્દ્રો પર ત્રણ હજારને વેક્સિન અપાશે, બુધવારે વેક્સિનેશન સંપૂર્ણ બંધ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કિરણ હોસ્પિટલમાં સ્પુતનિક રસી લેતો યુવાન. - Divya Bhaskar
કિરણ હોસ્પિટલમાં સ્પુતનિક રસી લેતો યુવાન.
  • સ્ટોક ખુટી પડતાં રસી કેન્દ્રો ઓછા કરી દેવાયા, સોમવારે 18 હજારને રસી અપાઇ
  • સોમવારે 100 લોકોએ ખાનગી હોસ્પિટલમાં સ્પુતનિક રસી લીધી

વેક્સિનની સપ્લાય આવી રહી નથી અને સેન્ટરો પર લોકોના ધરમના ધક્કા વધી ગયા હોય વૅક્સિનેશન વગર જ જવાનો વખત આવતાં રોષ ફેલાયો છે. તેવામાં મંગળવારે તો 40 સેન્ટરો પરથી જ વેક્સિન આપવામાં આવશે તે પ્રત્યેક સેન્ટરો પર 75 લોકોને જ આપવામાં આવશે તેથી માંડ 3 હજારને જ રસી મુકાશે.! રસીનો સ્ટોક પ્રમાણે જ પાલિકા આરોગ્ય વિભાગ વેક્સિનેશનની વ્યવસ્થા કરી રહ્યું છે.

મંગળવારે 3 હજાર ડોઝ પુર્ણ થયા બાદ રસીના સ્ટોકના અભાવે બુધવારે વૅક્સિનેશન બંધ રાખવું પડે તેવી સ્થિતિ હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ તરફ લોકો પરાણે વળવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે.!

સોમવારે 18 હજાર લોકોને રસી અપાઇ, બીજા ડોઝ વાળા માત્ર 8 હજારને મળી
છેલ્લા ઘણા દિવસોથી સરકાર દ્વારા વેક્સિનનો જોઇએ તેટલો સ્ટોક આપવામાં આવતો નથી. જેને પગલે ઓછું વેક્સિનેશન થાય છે. સોમવારે 18604 લોકોને રસી મુકવામાં આવી હતી. જેમાં સરકારી સેન્ટરોમાં 17658 જ્યારે પ્રાઇવેટમાં 946 લોકોને રસી અપાઇ હતી. આમાં પણ પ્રથમ ડોઝવાળા 10804 લોકોને રસી મળી હતી. જ્યારે 7800 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. સૌથી વધુ વેક્સિનેશન અઠવા ઝોનમાં 3145 લોકોમાં થયું હતું. જ્યારે સૌથી ઓછું ઉધના ઝોનમાં માત્ર 2010 લોકોમાં થયું હતું. મંગળવારે વેક્સિનનો જથ્થો ઓછો હોવાથી 50 ટકા કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...