તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓર્ગેનાઇઝડ ક્રાઇમમાં ગુજસીટોકના કાયદા હેઠળના ગુનામાં શહેરનાં માથાભારે આસીફ ટામેટા સહિત ત્રણ આરોપીઓની ક્રાઇમબ્રાંચે ધરપકડ કરી છે. આ પહેલાં ટામેટા ગેંગના 7 આરોપીની ધરપકડ કરાઇ હતી.
રિંગરોડની માર્કેટોમાં ખંડણી, અપહરણ, મારામારી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા મુખ્ય સૂત્રધાર મુજફફરઅલી ઉર્ફે આસીફ ટામેટા સૈયદ એન્ડ ટોળકીની સામે સુરત સહિત દેશભરમાં સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે. સુરત શહેરમાં આસીફ ટામેટાની ગેંગનો આંતક વધી ગયો હતો. લાજપોર જેલમાંથી સૂત્રધાર મુજફફરઅલી ઉર્ફે આસીફ ટામેટા સૈયદ, સમીર ઉર્ફે સમીર ચુહા સલીમ શેખ અને મહમદ આમીર ઉર્ફે છોટા શેખની કબજો લઈ ક્રાઇમબ્રાંચે ધરપકડની કાર્યવાહી કરી છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.