સારવાર:ઉધનામાં બદામશેક પીતા ત્રણ લોકોની તબિયત લથડી

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા

ઉધના હરીનગર ખાતે રહેતા નિરજ રાજપુત લૂમ્સના કારખાનામાં કામ કરે છે. શુક્રવારે રાત્રે નિરજભાઈ નાઈટ ડ્યુટીમાં નોકરી પર ગયા હતા. દરમ્યાન તેમના સંબંધી પરિવારના સભ્યો માટે ઘર નજીકથી બદામશેક લઈને આવ્યા હતા. રાત્રે 10ઃ30 વાગ્યાના અરસામાં પરિવારના ચાર સભ્યોએ બદામશેક પીધું હતું. ત્યાર બાદ સવારે નિરજભાઈની 37 વર્ષીય પત્ની આશાબેન, 12 વર્ષીય પુત્ર સૌરભ, 11 વર્ષીય પુત્ર રાજને ઝાડા ઉલટી થવાની સાથે તબિયત લથડી હતી.

જેથી ત્રણેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ત્રણેને તબીબોએ સારવાર માટે દાખલ કર્યા હતા. નિરજભાઈના નાના પુત્રએ બદામશેક નહીવત માત્રામાં પીધું હોવાથી તેને કોઈ અસર થઈ ન હતી. બદામશેકના કારણે ત્રણેને ફુડપોઈઝનીંગ થયું હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...