તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
2021માં સુરતીઓને મળશે આ નવી ભેટ
પાલ-ઉમરા બ્રિજ : હવે જુલાઇ સુધીમાં શરૂ થઇ શકે
ઉમરાગામ તરફ જમીનના કબ્જાને લઇ છેલ્લા 3 વર્ષથી લટકેલો પાલ-ઉમરા બ્રિજ સંભવત: જુલાઇ 2021 સુધીમાં બ્રિજ શરૂ થઇ જાય એવી શક્યતા છે. બ્રિજનું કામ 95 ટકા પૂર્ણ થઇ ગયું છે. હવે જગ્યાનો કબ્જો મળી જતાં કામ ઝડપી બનશે.
વેડ-વરિયાવ બ્રિજ : 7થીવધુ કિમીનો ફાયદો થશે
તાપી નદી પર વેડ વરિયાવ વિસ્તારને જોડતો રિવરબ્રિજનું રૂા.118 કરોડના ખર્ચે નિર્માણકાર્ય પ્રગતિ હેઠળ છે. આ બ્રિજનું કામ વર્ષ 2021ના અંત સુધીમાં પૂર્ણ થઇ જાઇ એવી શક્યતા. આ બ્રિજથી 7 થી વધુ કિમીની ધક્કો બચશે.
વેડ-કતારગામ જંકશન બ્રિજ : ટ્રાફિક ઓછો થશે
41.40 કરોડના ખર્ચે વેડ દરવાજા અને કતારગામ જંકશન પર ફલાય ઓવરબ્રિજનું કામ પૂર્ણતાને આરે છે. બ્રિજનું કામ વિલંબમાં પડતા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા થઇ રહી છે. આ બ્રિજ શરૂ થઇ જાય તો મોટી રાહત લોકોને મળશે.
CISFના બેરેક- AAI કોલોની એરપોર્ટ પર બનશે
એરપોર્ટ પર 360 સીઆઇએસએફના જવાનો માટે બેરેક બનાવાશે તેમજ એએઆઇના 60 કર્મચારી માટે કોલોની બનાવાશે. સાથે એન્યાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિ. મળતા જ પીટીટી, એપ્રેન અને ટર્મિનલ બિલ્ડિંગ એક્સટેન્સનનું કામ હાથ ધરાશે.
ગ્રીન બસ (ઇ-બસ) : નવી 150 બસ ખરીદાશે
પાલિકાએ નવી 150 જેટલી બેટરીથી ચાલતી ઇ-બસ ખરીદી લેવાઇ છે. તેનો કોન્ટ્રાક્ટ સોંપી દેવાતા આ તમામ બસની ડિલીવરીની પ્રક્રિયા આગામી નવા વર્ષથી હાથ ધરાશે. ઉપરાંત વધુ 150 બસ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરી દેવાઇ છે.
વરાછા ખાડી બ્રીજ : 168 કરોડના ખર્ચે સાકાર.ong>
રૂા.167.98 કરોડના ખર્ચે વરાછા વોટર વર્કસને લાગુ વરાછા ખાડી સુધી રીવરબ્રિજ સાથે વરાછા મેઇન રોડથી કલાકુંજ સોસાયટીથી શ્રીરામનગર સુધી ખાડીના બંન્ને કાંઠે ફલાય ઓવર તથા કલાકુંજ સોસાયટી નજીક ખાડી બ્રીજ પૂર્ણ થશે.
સાયકલ શેરિંગ : અન્ય ઝોનમાં પ્રોજેક્ટ લાગુ થશે
પબ્લીક બાયસીકલ શેરિંગ સિસ્ટમનું કામ નવા વર્ષમાં આગળ વધશે. હવે આગામી દિવસમાં શહેરના અન્ય ઝોનમાં પ્રોજેકટનો વ્યાપ વધારાશે. વધુ 790 સાયકલ અને સ્ટેશન અન્ય ઝોનમાં વિવિધ લોકેશન પસંદગી કરીને બનાવાશે.
એપ્રિલમાં ડાયમંડ બુર્સનું પઝેશન કાર્ય શરૂ કરાશે
ખજોદ ખાતે આકાર લઈ રહેલું સુરત ડાયમંડ બુર્સ વર્ષ 2021 બુર્સ કાર્યરત થાય તેવી અપેક્ષા છે. એપ્રિલ-મે માસમાં સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા ઓફિસધારકોને ઓફિસમાં ફર્નિચર સહિતની કામગીરી કરાવવા માટે પઝેશન મળે તેવી તૈયારી છે.
શહીદ સ્મારક: ફેઝ-1નું કામ નવા વર્ષમાં પૂર્ણ થશે
વેસુ આભવા મેઇન રોડ ઉપર સિધ્ધી વિનાયક મંદિરની પાછળ સાકાર થઇ રહેલા શહીદ સ્મારક ફેઝ-1નું કામ નવા વર્ષમાં પૂર્ણ થઇ જશે. આ પ્રોજેકટ શહેર માટે નજરાણું બની રહેશે. ફેઝ-1માં 10 થી વધુ કામ પૂરા કરવાનું આયોજન છે.
રીંગરોડ- સહારાદરવાજા બ્રિજ ખુલ્લો મુકાશે
સુરત-મુંબઇ વેસ્ટર્ન રેલવે મેઇન લાઇન ઉપર સહારાદરવાજા રેલવે ગરનાળા અને સુરત બારડોલી રોડપર 133.50 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ સાથે રિંગરોડ બ્રિજની ઉપર બની રહેલા કરણી માતા બ્રિજનું કામ વર્ષના અંત સુધી પૂર્ણ થશે.
શહેરની દરેક સ્ટ્રીટ લાઇટ એલ.ઇ.ડીથી ઝગમગશે
1,36,279 સ્ટ્રીમ લાઇટ પૈકી 1,09,837નું એલ.ઇ.ડી.માં રૂપાંતરની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. નવા વર્ષમાં બાકીની 26,442 સ્ટ્રીટ લાઇટનું એલ.ઇ.ડીમાં રૂપાંતર કરાતા શહેરમાં સ્ટ્રીટ લાઇટનું 100 ટકા એલ.ઇ.ડીમાં રૂપાંતરિત થશે.
ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કાર્યરત થશે
જીજેઈપીસી દ્વારા ઈચ્છાપોર જેમ એન્ડ જ્વેલરી પાર્ક ખાતે ઈન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યો છે. દિવાળી પછી થોડા દિવસમાં આ સેન્ટરમાં હીરાનું વ્યુહીંગ શરૂ કરાશે. જેનો સીધો લાભ નાના ઉદ્યોગકારોને થશે.
નવા વર્ષમાં આ પ્રોજેકેટના કામો શરૂ થશે
મેટ્રો રેલ પ્રોજેકટ : 11.6 કિમીનું કામ શરૂ કરાશે
12 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેકેટમાં કોરીડોર-1 સરથાણાથી ડ્રીમ સિટી 21.61 કિ.મી લંબાઇના રૂટમાં પ્રથમ ફેઝમાં કાદરશા નાળથી ડ્રીમ સિટી 11.6 કિ.મીનું કામ શરૂ થઇ જશે. 805 કરોડના આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે.
રીવર ફ્રન્ટ : લોન મળે તો કામગીરી શરૂ કરાશે
સુરતથી કઠોર સુધી 33 કિ.મીની લંબાઇ ધરાવતો રાજ્યનો સૌથી મોટો રિવરફ્રન્ટ સાકાર કરાશેે. ટોટલ પ્રોજેકટ 3904 કરોડનો છે. પ્રારંભિક 2 હજાર કરોડની લોન પાલિકાએ વર્લ્ડ બેંક પાસે માંગી છે. લોન મળે તો 2021માં કામ શરૂ થશે.
કન્વેન્શલ બેરેજ : પ્રાઇસ બીડ ખોલવામાં આવશે
504 કરોડના કન્વેન્શનલ બેરેજ પ્રોજેકટ માટે પ્રાઇસ બીડ ખોલવામાં આવશે. જેથી નવા વર્ષમાં મહત્વકાંક્ષી પ્રોજેકટની શરૂઆત થઇ શકે એમ છે. આ પ્રોજેકટ સાકાર થાય તો 9.8 કિ.મી લંબાઇનું મીઠા પાણીનું સરોવર રચાશે.
SMC ભવન : અઠવા લાઇન્સ રોડ પર વિચારણા
500 કરોડના ખર્ચે સાકાર થનાર પાલિકાના નવું વહીવટી ભવનનું કામ આ વર્ષમાં શરૂ થાય એવી શક્યતા છે. અઠવાલાઇન્સ ચોપાટીની જગ્યામાં વહીવટી ભવન બનાવવાની વિચારણા ચાલી રહી છે. આગામી દિવસમાં પ્રેઝેન્ટેશન કરાશે.
લિંબાયત-ડીંડોલી અંડરપાસનું કામ શરૂ થશે
ઉધના યાર્ડ ખાતે સુરત-ભુસાવલ રેલવે લાઈન પર રત્નચોક સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી વિસ્તારને જોડતો રેલવે અન્ડરપાસ 50 કરોડના ખર્ચે તૈયાર થશે. આ બ્રિજનું ટેન્ડર મંજૂર થઇ ગયું છે. આગમી દિવસોમાં કામ શરૂ થશે.
હિંદી-સંસ્કૃત ભવનની સાથે લેંગ્વેજ લેબ બનશે
યુનિવર્સિટીમાં નવા વર્ષમાં રૂ. 6 કરોડના ખર્ચે હિન્દી અને સંસ્કૃત ભવનની સાથે રૂ. 40 લાખના ખર્ચે ઇંગ્લિશ લેંગ્વેજ લેબ બનાવાશે. તે સાથે 60 કરોડના ખર્ચે થ્રી સ્ટાર હોટલ જેવું વીવીઆઇપી ગેસ્ટ હાઉસ બનાવવાનું પણ આયોજન થશે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.