શહેરમાં વધુ એક હત્યા:સુરતમાં 24 કલાકમાં ત્રણ હત્યાના બનાવ, ડીંડોલીમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ચપ્પુના ઘા જીકી વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી - Divya Bhaskar
સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડી રાત્રે ચપ્પુના ઘા જીકી વધુ એક યુવકની હત્યાની ઘટના સામે આવી

સુરતમાં હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં ત્રણ હત્યાના બનાવો સામે આવ્યા છે. બે હત્યા ડીંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બનવા પામે છે. તો મોડી રાત્રે સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની સરા જાહેર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. આ બનાવને પગલે ડીંડોલી પોલીસ સહિત ઉચ્ચ પોલીસ નો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

સુરતમાં વધુ એક હત્યા
સુરતના ડીંડોલી વિસ્તારમાં મોડીરાત્રીએ વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો છે. ડીંડોલી વિસ્તારમાં આવેલ ભેસ્તાન આવાસ ખાતે એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. ભેસ્તાન આવાસ ની બાર જ સરા જાહેરમાં યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. ડીંડોલીમાં યુવકની હત્યા સાથે એક જ દિવસમાં ડીંડોલી પોલીસ મથક ની હદ વિસ્તારમાં બે હત્યાના બનાવ બનવા પામ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા

મોડી રાત્રે યુવકની હત્યા થયા હોવાની જાણ પોલીસને કરાતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. જ્યાં યુવકની જૂની અદાવતમાં હત્યા કરી હોવાનું અનુમાન સેવામાં આવી રહ્યું છે. પોલીસ તપાસમાં મરનાર યુવકનું નામ ફિરોઝ હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો પોલીસે આ યુવકની કોણે એને શા માટે હત્યા કરી તે દિશામાં તપાસ કરી રહી છે. પોલીસ ઘટનાઓ સાથે પહોંચી યુવકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. ડીંડોલી પોલીસે ઘટના અંગે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારને પકડવાના ચક્રો ગતિમાન કરવા સાથે વધુ તપાસ હાથ ધરી છે.

લિંબાયતમાં પણ એક યુવકની હત્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં પણ એક યુવકની હત્યા કરાયા હોવાની ઘટના બનવા પામી હતી. લિંબાયત વિસ્તારના ઋષિકેશ એન્કલેવના ગેટ પાસે જ યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. નિતેશ પાટીલ નામના 24 વર્ષીય યુવકની ચપ્પુના ગાયા જી કી તેની સોસાયટીની બહાર જ હત્યા કરી દેવામાં આવી હતી. બનાવને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી તપાસ શરૂ કરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે મરનાર નિતેશ પાટીલ ની દશરથ ઉર્ફે કાણિયો પાટીલ સાથે અગાઉ ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવતમાં નિતેશ પાટીલની હત્યા કરી દેવામાં આવી હતી. લિંબાયત પોલીસ પાસેથી મળતી વિગત મુજબ નિતેશ પાટીલ તેના બે બાળકો સાથે નાસ્તો કરવા માટે નીકળ્યા હતા દરમિયાન તે તેની સોસાયટીના ગેટ પાસે બેસેલો હતો. નિતેશ પાટીલને સોસાયટીની બહાર એકલો બેઠેલો જોઈ ત્યાંથી પસાર થઈ રહેલ દશરથ ઉર્ફે કાણીઓ તેની પાસે ગયો હતો અને ઝઘડો કરવા લાગ્યો હતો. આ વચ્ચે તેણે નિતેશ પટેલને ચપ્પુના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હાલ લિંબાયત પોલીસ હત્યા કરનાર દશરથ પાટીલને શોધી રહી છે. લિંબાયત ની ઘટનામાં પણ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંગત અદાવતમાં હત્યા
સુરતના ડીંડોલીના ભેસ્તાન આવાસ ખાતે યુવકની જાહેરમાં હત્યા કરી દેવાઈ હોવાની ઘટનાની જાણ થતા ડીસીપી સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે તપાસ કર્યા બાદ ડીસીપી ઝોન ટુ ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે. ફિરોઝ ઉર્ફે જાળીયા નામના યુવકની ભેસ્તાન આવાસ બહાર હત્યા કરી દેવામાં આવી છે. તેની હત્યા ઇમરાન માનસિક અને તેના ચારથી પાંચ જેટલા માણસો મળીને કરવામાં આવી છે તેવું હાલ જાણવા મળ્યું છે. પોલીસ હાલા અંગે તમામને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ફિરોઝ અને ઇમરાન બંને જણા અંગત અદાવત ચાલી રહી હતી તેના સમાધાન માટે ભેગા થયા હતા. આ દરમિયાન ઈમરાને ફિરોઝની ચપ્પુ મારી હત્યા કરી દીધી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

મરનાર અને મારનાર બંને ગુનેગાર
ડીંડોલીમાં જે યુવકની હત્યા થઈ તે યુવક ફિરોઝ ઉર્ફે જાડિયા લીધો ગુનેગાર છે. તો તેને મારનાર ઇમરાન પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો રીધો ગુનેગાર છે. મરણ જનાર ફિરોઝ લિંબાયતનો રહેવાસી છે જ્યારે હત્યા કરનાર ઇમરાન ઉન પાટિયાનો રહેવાસી છે. આ બંને યુવાનો વિરુધ સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નાના-મોટા અનેક ગુનાઓ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...