વિશ્વાસઘાત:સુરતના હીરા વેપારી પાસેથી 2.88 લાખના તૈયાર હીરા ખરીદી મુંબઈના ત્રણ વેપારીઓએ પેમેન્ટ ન આપ્યું

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વરાછા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વરાછા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.(ફાઈલ તસવીર)
  • છેતરપિંડી આચરનારા વેપારીઓએ રૂપિયા ન આપી દુકાનો બંધ કરી દીધી હતી

સુરતના મોટા વરાછાના હીરાના વેપારી પાસેથી રૂપિયા 2.88 લાખના તૈયાર હીરા ઉધારીમાં ખરીદી મુંબઈ સહિતના સ્થાનિક ત્રણ વેપારીઓએ પેમેન્ટ આપ્યું નહી. સાથે જ રૂપિયા ન ચુકવી દુકાન બંધ કરી ભાગી જતા વરાછા પોલીસે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

તૈયાર હીરા ખરીદ્યા હતા
અનિલભાઈ નનુભાઈ કોલડીયા (રહે, મોટા વરાછા સુદામા ચોક ગંગોત્રી-૨ સિડેન્સી) એ જણાવ્યું હતું કે તેઓ હીરાનો વેપારી છે. મોટા વરાછા વૃંદાવન હાઇટ્સમા રહેતા હસમુખ તુલસી ભાઈ ડાંગરા, પૂણા ગામમાં રહેતા મનજીભાઈ રૂપારેલીયા અને મુંબઈ મલાડના રમેશભાઈ વેપાર કરતા હતા આ ત્રણે હીરાના વેપારીઓએ રૂપિયા 2.88 લાખના તૈયાર હીરા ખરીદ્યા હતા

ઉઘરાણી કરતાં ઓફિસ બંધ કરી નાસી ગયા
આ વેપારીઓ પાસેથી પેમેન્ટની ઉઘરાણી કરતા તેઓએ ઓફિસ બંધ કરી નાસી ગયા હતા. રૂપિયા કે હીરા પરત નહીં કરી છેતરપિંડી થતા તેમણે ન્યાય માટે પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. ત્રણેય વેપારીઓ સામે ફરિયાદ આપતા વરાછા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.