ભારે વરસાદથી સુરત પાણી પાણી:બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, ગરનાળામાં પાણી ભરાતા વાહનો અધવચ્ચે બંધ થઈ ગયા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

સુરત13 દિવસ પહેલા
  • ગરનાળામાં પાણી ભરાતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરતમાં બપોરના સમયે એકાએક ભારે વરસાદ પડવાનું શરૂ થયું હતું. બપોરના બેથી ચાર વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. કતારગામ ઝોનમાં બે કલાકમાં 78 એમ.એમ. વરસાદ પડ્યો હતો. જેના કારણે નીચાણવાળા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. ગરનાળામાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા હતા અને ગરનાળાની બંને બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ભારે વરસાદથી વાહન ચાલકો પરેશાન
સુરતમાં બપોરના સમયે એકાએક ભારે વરસાદ પડવાનો શરૂ થયો હતો. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રેઇનકોટ કે છત્રી વગર નીકળેલા લોકો ઓવરબ્રિજ નીચે ઉભા રહી ગયા હતા. જેના કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો.

ભારે વરસાદના કારણે રોડ પર ટ્રાફિકજામ થયો હતો.
ભારે વરસાદના કારણે રોડ પર ટ્રાફિકજામ થયો હતો.

ગરનાળામાં વાહન બંધ પડ્યા
સુરતના સૂર્યપુર ગરનાળા તથા સ્ટેશન પાસેના ગરનાળા અને સહારા દરવાજા ગરનાળામાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સહારા દરવાજા પર આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા એક ટેમ્પો ગરનાળાની અધવચ્ચે બંધ પડ્યો હતો. સાથે જ અન્ય વાહન ચાલકો પણ ભારે પરેશાન થયા હતા અને વાહનો પાણીમાં નાખતા વાહનો બંધ પડવાની સ્થિતિ સર્જાઇ હતી. જેના પગલે ગરનાળાની બંને બાજુ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.

ગરનાળામાં પાણી ભરાતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.
ગરનાળામાં પાણી ભરાતા બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી હતી.
ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.
ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા.

ડભોલી વિસ્તારમાં સંત તુકારામ ગાર્ડનમાં પાણી ભરાયા
ભારે વરસાદને પગલે ટીપી 35 ડભોલી વિસ્તારમાં આવેલો સંત તુકારામ ગાર્ડન તળાવ બની ગયો છે. સુરતમાં ભર બપોરે પડેલા ધોધમાર વરસાદને કારણે ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદે વિરામ લીધાના બે કલાક વિત્યા છતાં ગાર્ડન માં હજી પણ પાણીના ઉતરતા સિનિયર સિટીઝનોને મુશ્કેલીઓ પડી રહી છે. ગાર્ડનમાં વરસાદના પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે દર ચોમાસામાં આ પરિસ્થિતિ ઉભી થઈ જાય છે. સિનિયર સિટીઝન માટે બનાવેલો ટ્રેક પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને કસરત કરવાના સાધનો અને બેસવા માટેના બાંકડાઓ પાણીમાં ડૂબી ગયા હતા.

સંત તુકારામ ગાર્ડન તળાવ બની ગયો.
સંત તુકારામ ગાર્ડન તળાવ બની ગયો.
અન્ય સમાચારો પણ છે...