ધરપકડ:10 હજારની ખંડણીના ગુનામાં 22 વર્ષથી ફરાર ત્રણ ઝડપાયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરાછાથી રત્નકલાકારનું અપહરણ કરાયું હતું
  • હજુ પણ આ કેસમાં બે આરોપીઓ વોન્ટેડ

આજથી 22 વર્ષ પહેલાં વરાછાના લંબે હનુમાન રોડ પર રત્નકલાકારનું નું અપહરણ કરીને તેની પાસેથી 10 હજાર રૂપિયાની ખંડણી વસુલવાના મામલે ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશથી આરોપીઓની ધરપકડ કરી હતી. હજુ બે આરોપીઓ ભાગતા ફરે છે. રત્નકલાકારનું અપહરણ કરી માર મારી 10 હજારની ખંડણીના ગુનામાં 22 વર્ષથી ફરાર 3 આરોપીઓને ડીસીબીએ પકડી પાડયા છે. જેમાં 2 આરોપીમાં કૃષ્ણસીંગ રતનસીંગ કુસ્વાહ, હોતમસીંગ ઉર્ફે ગૌતમસીંગ કુસ્વાહ એમપીથી અને ત્રીજો રામરૂપ રતનસીંગ કુસ્વાહ સુરતથી પકડાયો છે. ત્રણેય હમવતનની સોપારી આપી હતી. જેમાં અગાઉ એક આરોપી ગોકુળ ભરવાડ પકડાયો હતો. જયારે આ ત્રણેય આરોપીઓ સામે 1999માં ગુનો દાખલ થયો ત્યારથી સુરત છોડીને યુપી, રાજસ્થાન, એમપી અને અમદાવાદ ખાતે મજૂરી કરતા હતા.

પોલીસથી બચવા માટે પણ વતનમાં ઓછા જતા હતા. રામબરન કુસ્વાહની સાથે આરોપીઓનો વતનમાં જમીનની બાબતે ઝઘડો ચાલતો હતો. બસ આ કેસને લઈ રત્નકલાકારને માર મારવા માટે 20 હજારની તેના હમવતનીઓએ સોપારી આપી હતી. જેમાં કારીગરનું અપહરણ કરી માર મારી 10 હજારની ખંડણી માંગી હતી. તે વખતે ગોકુળ ભાણા ભરવાડ પકડાયો હતો. જયારે સોપારી આપનાર કારીગરો વતન ભાગી ગયા હતા. હજુ આ કેસમાં ભરત સહિત બે ભાગતા ફરે છે.

અન્ય સમાચારો પણ છે...