તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેસ્ક્યુ:સુરતમાં ફૂલહાર અને ભગવાનના ફોટા કોઝવેમાં પધરાવી ન્હાવા પડતાં ત્રણ મિત્રો ડૂબ્યા, 15 વર્ષીય કિશોરનું મોત, બેનો બચાવ

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે કિશોરોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા

વેડરોડ વિસ્તારના બે ભાઈ સહિત ત્રણ કિશોર ન્હાવા પડતા ત્રણે પાણીમાં ડૂબી ગયા હતા. જેથી આસપાસના તારવૈયાઓએ બે મિત્રને બચાવી લીધા હતા. જ્યારે ફાયર વિભાગના જવાનોએ ડૂબી ગયેલા ધોરણ 10ના વિદ્યાર્થીને બહાર કાઢ્યો હતો. જોકે, હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો હતો.

અચાનક ત્રણેય મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા
શહેરના વેડ રોડ પર આનંદપાર્ક સોસાયટીમાં રહેતો 16 વર્ષીય કલ્પેશ ગિરજાશંકર ઉપાધ્યાય અને 14 વર્ષિય રવિ અને તેમની નજીકમાં રહેતા મિત્ર 13 વર્ષિય સત્યમ જંદા આજે સવારે ફૂલહાર અને ભગવાનના જૂના ફોટાઓ કોઝવેના પાણીમાં પધરાવવા ગયા હતા. બાદમાં ત્રણે જણા કોઝવેમાં નાહવા માટે ગયા હતા. જેમાં અચાનક ત્રણેય મિત્રો પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યાં બૂમાબૂમ થવા લાગી હતી.

15 વર્ષીય કિશોરને હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયો
આસપાસના તારવૈયાઓએ રવિ અને સત્યમને તાત્કાલિક પાણીમાંથી સહી સલામત બહાર કાઢ્યા હતા. જ્યારે કલ્પેશ પાણીમાં ગરક થઇ ગયો હતો. આ અંગે ફાયરના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી પાણીમાં શોધખોળ આદરી હતી. બાદમાં કલ્પેશને પાણીમાં બહાર કાઢી તેમને તાત્કાલિક બહાર કાઢી 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો.

દિવાળી જેવા ખુશીના મહોલમાં ગમગીની છવાઈ ગઈ
કલ્પેશ મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુરના વતની હતો. વેડ રોડ ની સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતો હતો તેનો એક ભાઈ અને એક બહેન છે. તેના પિતા પરિવારનું ભરણપોષણ કરવા માટે રિક્ષા ચલાવે છે. હાલ ઉપાધ્યાય પરિવારમાં દિવાળી જેવા ખુશીના મહોલમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગે ચોકબજાર પોલીસે તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો