તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હર્ષનો પ્રસંગ શોકની ઘટના બની ગયો:ડ્રાઇવરને ઝોકું આવી જતાં જાનૈયા ભરેલી બસ બંધ પડેલા ટેન્કર પાછળ અથડાઇ, 3ના મોત, 17 ઘાયલ

તાપી24 દિવસ પહેલા
બસના ચાલકે કાબૂ ગુમાવતાં રોડ સાઇડે ઊભા રહેલા ટેન્કરમાં બસ ઘૂસી ગઈ.
 • મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવી રહેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો
 • જોરદાર ટક્કરથી બસ અડધી ચીરાઇ, ફસાયેલો મૃતદેહ કાઢવામાં 2 કલાક થયા

મહારાષ્ટ્રના માલેગાંવથી જાનૈયાઓને લઇ રાત્રે સુરત આવવા નીકળેલ લકઝરી બસ સવારે બાજીપૂરા ગામે હાઇવે બાયપાસ પરથી પસાર થતા ચાલકને અચાનક જોકુ આવી ગયું હતું. જેના કારણે રસ્તાની સાઈડમાં બ્રેકડાઉન પડેલ ટેન્કર પાછળ ધડાકા સાથે અથડાઈ હતી, બસ પુર સ્પીડમાં હોવાથી કંડકટર સાઈડનો 40 ટકા જેટલો ભાગ ચિરાય ગયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બસમાં સવાર દંપતી અને અન્ય એક યુવક સાથે 3નાં મોત થયા હતા, જ્યારે 17 જેટલા જાનૈયાઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતમાં લક્ઝરી બસના સ્લીપર કોચમાં બેસેલ દંપતી રઉફ ભિખન શેખ (65), જેબુન નીશા રઉફ શેખ (53), (બન્ને રહે દેવલાલી ગામતા.જી.નાશિક), તથા કૈયુમ અઝીઝ શેખ (41), (રહે, થાણા,મુંબઈ), ત્રણેયનાં સ્થળ પર મોત થયા હતા, બસના પતર અને સીટની વચ્ચે ફસાયેલા રઉફના મૃતદેહને બહાર કાઢવામાં 2 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત થયાં.
જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત થયાં.

અકસ્માતને કારણે રોડ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો
મહારાષ્ટ્રના માલેગાંવથી સુરત લગ્નમાં આવી રહેલી લક્ઝરી બસને તાપી જિલ્લાના બાજીપુરા નજીક સુરત-ધુલિયા હાઈવે પર અકસ્માત નડ્યો હતો. જાનની બસ ટેન્કરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે જ ત્રણનાં મોત થયાં હતાં, જ્યારે સાત જેટલા ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતને કારણે રોડ ચિચિયારીઓથી ગુંજી ઊઠ્યો હતો. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત થયેલાને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જેમાં નઈમ હાજી રસીદ મણિયાર (ઉં.વ.51 રહે. કોપર ગામ મહારાષ્ટ્ર), અઝહર અજ્જી મણિયાર (ઉં.વ.22 રહે. એજન) અને નૂર મહંમદ ફકીર મહંમદ (ઉં.વ.45 રહે. નંદુરબાર, મહારાષ્ટ્ર)નો સમાવેશ થાય છે.

કંડક્ટર સાઇડના ભાગનો ખુરદો બોલી ગયો.
કંડક્ટર સાઇડના ભાગનો ખુરદો બોલી ગયો.

સવાબે કલાકે ફસાયેલા એકને બહાર કઢાયો
મહારાષ્ટ્રના માલેગાંવથી બસ રાત્રે 11 કલાકે ઊપડી હતી. વરરાજા મદસ્સિરની જાન સુરતના લિંબાયત ખાતે લઈને જવાના હતા. મુસાફરો ઊંઘમાં જ હતા અને 6:15 કલાકે બસ ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત ગંભીર હોઈ એક ઈસમ લક્ઝરી બસમાં ફસાઈ ગયો હતો, જેને 8:30 કલાકે બહાર કાઢવામાં આવ્યો હતો અને તે વ્યક્તિના શરીરનો ખુરદો થઈ ગયો હતો. હાલ મરણ પામનારા પૈકી પતિ-પત્ની અને એક અન્ય પુરુષ હોવાનું જાણવા મળ્યું છે.

અક્સમાત સમયે જાનૈયાઓ ઊંઘમાં હતા.
અક્સમાત સમયે જાનૈયાઓ ઊંઘમાં હતા.

બસમાં 35 જાનૈયાઓ સવાર હતા
મહારાષ્ટ્રના માલેગાવથી જામ સુરતના લિંબાયત ખાતે આવતી હતી. બસમાં અંદાજે 35 જટેલા જાનૈયાઓ હતા. અકસ્માતમાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત હોય વ્યારા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યારે અન્ય સાત પણ ઈજાગ્રસ્ત હોવાથી સારવાર અર્થે ખસેડયા છે. જ્યારે ત્રણ ઈજાગ્રસ્તને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

કંડક્ટર તરફનો 40 ટકા ભાગનો ખુરદો
બસ ફૂલ સ્પીડમાં હોવાના કારણે હાઈવે પર સાઈડમાં ઉભેલું ટેન્કર ડ્રાઈવરને નજરે ન પડ્યું હોવાનું અનુમાન છે. ધડાકાભેર બસ ટેન્કરમાં ઘૂસી જતા કંડક્ટર તરફનો 40 ટકા ભાગનો ખુરદો બોલી ગયો છે. જોકે, સ્લીપર કોચ બસ હોવાના કારણે જાનહાનિ ઓછી થઈ હોવાની શક્યતા છે.

ધડાકાભેર બસ ટેન્કરમાં ઘૂસી જતા કંડક્ટર તરફનો 40 ટકા ભાગનો ખુરદો બોલી ગયો છે.
ધડાકાભેર બસ ટેન્કરમાં ઘૂસી જતા કંડક્ટર તરફનો 40 ટકા ભાગનો ખુરદો બોલી ગયો છે.

અકસ્માત સ્થળે અગાઉ પણ અકસ્માત થયા છે
મીંઢોળા નદીના પુલ નજીક અકસ્માતની ઘટના બની છે. વ્યારા તરફથી આવતાં પુલ પહેલા ટર્નીગ હોય અને ફૂલ સ્પીડમાં વાહન જતાં હોય આ સ્થળે અગાઉ અકસ્માતની ઘટના થઈ હતી. અકસ્માત થવાના કારણમાં ટેન્કર બગડી ગયું હોવાથી રોડની સાઈડ પર ઊભું હતું. ટેન્કર દ્વારા સિગ્નલ લાઈટ પણ શરૂ હતી. જોકે, બસના ચાલકથી બસ કાબૂમાં ન રહેતા ટેન્કરના પાછળના ભાગે ઘૂસી ગઈ હતી.

ઇજાગ્રસ્તોની યાદી

 • નુરમહમદ ફકીર મહંમદ(45) રહે.નંદુરબાર
 • ફિરોઝશા રપીટ શાહ (34) રહે. માલેગાંવ
 • ​​​​​​​મેરાજબી આશિક શેખ (60)રહે. લિયોનડી
 • ​​​​​​​ફરીદા અબ્દુલ્લા શેખ (60)રહે. માલેગાંવ
 • ​​​​​​​ફાતિમા શેખ સાકીર મનીયાર (50) રહે. ધુલીયા દેવપુર
 • ​​​​​​​ઇમરાન શેખ મહંમદ ઈલિયાસ (37) રહે. રાવે,જલગાંવ
 • ​​​​​​​અઝહર અઝીઝ મનીયાર (22)રહે ઉમરવાડા​​​​​​​
 • સલીમ કનુમાલ પઠાણ (50) ડ્રાઇવર રહે ધુલીયા
 • ​​​​​​​નઇમ હાજીરસીદ મનીયાર (51) રહે કોપરગાંવ
 • ​​​​​​​શેખ એહમદ શેખ બીકન (65), રહે. માલેગાંવ
 • ​​​​​​​રિઝવાના સૈયદ સાદિક (35)રહે. ભુસાવલ
 • ​​​​​​​જાયદા નઇમ મનીયાર (40)રહે. કોપરગાંવ
 • ​​​​​​​રુકસાનાબી અબ્દુલ સમદ મનીયાર (55) રહે.પીલખોદ
 • ​​​​​​​રુકસાના શેખ ખલિલ રહે. ધુલીયા,મહેકઈરમ
 • ​​​​​​​મોહમ્મદ આરીફ રહે. રાવેર
 • ​​​​​​​મોહમ્મદ જાકીર મોહમ્મદ સફી રહે. ધુલીયા
 • ​​​​​​​નસરીન સૈયદ સઈદ રહે, ધુલિયા

​​​​​​​ઉંઘમાં હતો, અચાનક મોટો ઘડાકો સંભળાયો
બસના તમામ જાનૈયાઓ ઉંઘમાં જ હતા,હું પણ ઊંઘમાં હતો, અને અચાનક 6 વાગ્યે મોટા ધડાકા સાથે બસમાં ચીસાચીસ થઇ હતી, જાગીને જોતા અકસ્માતમાં બસનો આગળનો ભાગ ખલાસ થઈ ગયો હતો. ત્યારબાદ તમામને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, 3ના મરણ થતા લાશો બહાર કાઢવામાં આવી હતી, ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં સારવાર માટે લઇ જવાયા હતા. > રિઝવાન,વરરાજાનો ભાઈ, માલેગાંવ

​​​​​​​ટેન્કર ચાલકને પણ આરોપી બનાવાયો
ટેન્કર બ્રેક ડાઉન હાલતમાં હાઇવે પર મૂકવામાં આવેલ હોય તેમજ ટેન્કર ની પાછળ આડશ ન મૂકી હોય કે કલીનરને ટેન્કર પાછળ બ્રેક ડાઉન હોવાનું નિર્દેશ કરતી સિગ્નલ બતાવવા ઊભો રાખેલ ન હોય. તેમજ કોઈ રિફ્લક્રટર લગાવ્યા ન હોવાથી ટેન્કર ચાલકને પણ અકસ્માતમાં આરોપી બનાવેલ છે.

વરરાજાને લગ્ન બાદ અકસ્માતની જાણ કરાઇ
માલેગાંવથી લગ્ન કરવા લક્ઝરી બસની પાછળ કારમાં મુદસ્સર એહમદ શેખ આવ્યો હતો. વરરાજા મુદસ્સરને અકસ્માતમાં ફોઈ, ફુવા અને પિતરાઈનાં મોતના સમાચારની જાણ ન થવા દઈ અકસ્માતના સ્થળથી સુરત ખાતે રવાના કરી સુરત ખાતે તાત્કાલિક સાદગીથી નિકાહ પઢાવી લગ્ન કરી લીધા હતાં. લગ્ન બાદ અકસ્માતમાં મરણ થયા હોવાની જાણ કરી હતી. જેથી લગ્ન સદાયથી આટોપી લીધા હતા.

ભૂતકાળમાં પણ અહીં અકસ્માતો થયા છે
મીંઢોળા નદીના પુલ પર ઘટેલી ઘટના છે, વ્યારા તરફથી આવતાં પુલ પહેલા વણાંક હોય, અને ફૂલ સ્પીડમાં વાહન જતાં હોય, જેના કારણે આ સ્થળે અગાઉ પણ અકસ્માતની ઘટના બની છે. વહીવટીતંત્રે જરૂરી અભ્યાસ કરી યોગ્ય રસ્તો કાઢવાની જરૂર છે.

(અહેવાલઃ હનીફ પઠાણ, વાલોડ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો