કાર્યવાહી:સુરતના લિંબાયતમાં સ્પાના સંચાલકને બંદૂક બતાવી ખંડણી માંગનાર બુટલેગર સહિત ત્રણની ધરપકડ

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બંદૂક બતાવી ધમકી આપનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિકાત્મક ફાઈલ તસવીર) - Divya Bhaskar
બંદૂક બતાવી ધમકી આપનાર અસામાજિક તત્વોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રતિકાત્મક ફાઈલ તસવીર)
  • માર મારી ખર્ચા પાણી આપવા પડશે તેવી ધમકી આપવામાં આવી હતી

લિંબાયત રંગીલા એપાર્ટમેન્ટમાં રહેતા મસાજ પાર્લર સંચાલકના ઘરે ચાર દિવસ પહેલા માથાભારે બુટલેગરે તેના સાગરીતો સાથે બંદૂક અને રેમ્બો છરો સાથે ઘુસી જઈ તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હે તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ તેવુ કહી ઝઘડો કરી તેરે કો અભી પૈસા દેના પડેગા નહી તો ઠોક દુંગા હોવાની ધમકી આપી નાસી ગયા હતાં. આ કેસમાં પોલીસે બુટલેગર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

બંદૂકથી પરિવારને ધમકી આપી
લિંબાયત પોલીસના જણાવ્યા મુજબ આર.ડી.ફાટક રંગીલા ઍપાર્ટમેન્ટમાં રહેતા મૂળ ભરૂચના જંબુસરના વિનોદ ઉર્ફે ચીકુ રાજેન્દ્રભાઈ માધવરાવ માળી (ઉ.વ.38) છેલ્લા 10 વર્ષથી પરિવાર સાથે રહે છે. અને ઘરમાં જ બોડી મસાજ (સ્પા)નો ધંધો કરે છે. વિનોદભાઈ ગત તા 8મીના રોજ બપોરે સાડા ત્રણેક વાગ્યે ઘરમાં તેની દીકરી ગાયત્રી, દીકરો રોહીત અને બહેન કવિતા સાથે સોફા ઉપર બેઠો હતો તે વખતે અગાઉ દારૂનો ધંધો કરતો બુટલેગર ભુષણ પાટીલ, દિપક માળી, ગોપાલ, રાહુલ પાંડે સહિત પાંચ જણા રેમ્બો છરો અને બંદુક જેવા ઘાતક હથિયારો સાથે ઘરમાં ઘુસી આવ્યા હતાં.સોફા ઉપર વિનોદની બાજુમાં બેસી ગયો હતો. ભુષણે સોફા ઉપર બંદૂક મુકતા પરિવારના સભ્યો ગભરાય ગયા હતા.

ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી
વિનોદને ઍ લુખ્ખે તેરા મસાજ કા ધંધા અચ્છા ચલતા હૈ તો ખર્ચા પાની કે પાંચ હજાર નિકાલ જાકે વિનોદ અને તેની પત્નીઍ ભુષણને હાલમાં કોરોના બિમારીને કારણે ધંધો બંધ છે જેથી અમારી પાસે પૈસા નથી કેમ કહેતા ભુષણે તેરે કો અભી પૈસા દેના પડેગા નહી તો ઠોક દુંગા તેવી ધમકી આપી હતી. અને કલ પૈસા તૈયાર રખના નહી તો સચ મે ઠોક દેંગે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસે વિનોદ માળીની ફરિયાદ લઈ આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી ગઈકાલે ભુષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ (રહે, લક્ષ્મણ નગર નવાગામ), દિપક ભીમરાવ માળી (રહે, આસપાસનગર નીલગીરી) અને ગોપાલ ઉર્ફે ગોપલા શ્રાવણ બાલચંદ રાજપુત (રહે, લક્ષ્મણનગર નવાગામ)ની ધરપકડ કરી હતી.