તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘમહેર:શ્રાવણના છેલ્લા દિવસે 4 કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ, હજુ 4 દિવસ આગાહી

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, સવારે 10 વાગ્યા પછી દિવસભર તડકો - Divya Bhaskar
સવારે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, સવારે 10 વાગ્યા પછી દિવસભર તડકો
  • વહેલી પરોઢિયે કડાકાભડાકા સાથે વરસાદથી અડધા શહેરમાં પાણી ભરાયા
  • શ્રાવણમાં 11.77 ઇંચ પડ્યો, સિઝનનો વરસાદ 39 ઇંચ થયો
  • 2015 પછી સપ્ટેમ્બરમાં 1 દિવસનો સૌથી વધુ વરસાદ

શહેરમાં સોમવારે વહેલી સવારે 6 વાગ્યે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, જેને કારણે ઘણા સુરતીઓ ઊંઘમાંથી જાગી ગયા હતા. સવારે 6થી 8 સુધીમાં 2 ઇંચ અને 8થી 10 સુધીમાં 1.30 ઇંચ મળી 4 કલાકમાં જ 3.30 ઇંચ વરસાદ ખાબકી જતાં શહેરમાં ઠેરઠેર પાણી ભરાઇ ગયા હતા.

વેડરોડ
વેડરોડ

જ્યારે જિલ્લામાં ચાર તાલુકાને બાદ કરતા બાકીના તમામ તાલુકા કોરાક્ટ રહ્યા હતા. વર્ષ 2015 પછી સપ્ટેમ્બર માસમાં એક દિવસમાં સૌથી વધુ 3.30 ઇંચ વરસાદ નોંધાયો છે. 2015માં 8.47 ઇંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે શ્રાવણ માસ પૂર્ણ થયો છે ત્યારે શ્રાવણ મહિનામાં 11.77 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ 39 ઇંચ થયો છે. આ સાથે શહેરમાં 71 ટકા જેટલો વરસાદ થઇ ગયો છે. સિઝનમાં સરેરાશ 55 ઇંચ વરસાદ પડે છે. હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી વરસાદની આગાહી કરી છે.

ઉધના
ઉધના

વરસાદ બાદ તડકો નિકળ્યોને તાપમાન 32.6 ડિગ્રી
સવારે 4 કલાકના ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. જો કે 10 વાગ્યા બાદ વાતાવરણ ખુલી જતાં તડકો નિકળ્યો હતો. જેને લઇ બપોરે મહત્તમ તાપમાન 32.6 ડિગ્રી સુધી પહોંચી જતા ગરમીનો અહેસાસ થયો હતો.

લિંબાયત ઝોનમાં સૌથી વધુ 3.7 ઇંચ વરસાદ

સેન્ટ્ર્લ3.3
વરાછા1.8
વરાછા-બી1.5
રાંદેર3.1
કતારગામ3.3
ઉધના1.7
લિંબાયત3.7
અઠવા2.7

ઉકાઇ ડેમ

  • સપાટી 332.42 ફૂટ
  • આવક 49422 ક્યુસેક

હથનુર ડેમ

  • સપાટી 210.95 મીટર
  • જાવક 21300 ક્યુસેક
અન્ય સમાચારો પણ છે...