તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:સુરતમાં મામા કહેતી યુવતીને જ ગોંધી શોષણ કરાયું, ભૂવાએ ભાઈએ અને પિતાને મારી નાખવાની ધમકી આપી હતી

સુરતએક મહિનો પહેલા
પીડિત યુવતીએ સમગ્ર હકીકત જણાવી.
  • આરોપીની પત્ની છોડી જતી રહેતા યુવતીનું શોષણ શરૂ કર્યું

સુરત શહેરના ઉગત આવાસમાં રહેતા 40 વર્ષીય ભૂવાએ પોતાને મામા કહેતી 21 વર્ષીય યુવતીને જ પિતા અને ભાઇને મારી નાખવાની ધમકી આપી યૌનશોષણ કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. દુષ્કર્મ બાદ લગ્ન કરવાનું કહી પાંચ મહિના સુધી પોતાને ત્યાં રાખ્યા બાદ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આરોપી બિપીનની ફાઈલ તસવીર.
આરોપી બિપીનની ફાઈલ તસવીર.

આરોપી ભૂવાની યુવતીના ઘરે એવરજવર રહેતી
ઉગત વિસ્તારમાં રહેતી 21 વર્ષીય યુવતીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તે પહેલાં રાંદેર આવાસમાં રહેતાં હતાં. જ્યારે સમાજમાં ભૂવા તરીકે ઓળખાતા અને હાલ ઉગત આવાસમાં રહેતાં 40 વર્ષીય બિપીન ગોવિંદ સોંધરવા અડાજણ વિસ્તારમાં રહેતો હતો. તેની પત્નીને આ યુવતીના પિતાએ બહેન માની હોય તે સંબંધથી બિપીનની અવરજવર તેમના ઘરે રહેતી હતી અને આ યુવતી બિપીનને મામા તરીકે સંબોધન કરતી હતી.

રાંદેર પોલીસે દુષ્કર્મનો કેસ નોંધી આરોપી ભૂવાની શોધખોળ હાથ ધરી.
રાંદેર પોલીસે દુષ્કર્મનો કેસ નોંધી આરોપી ભૂવાની શોધખોળ હાથ ધરી.

પિતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો
2002માં યુવતીની માતાનું અવસાન થયા બાદ ત્રણેક વર્ષે પિતાએ બીજાં લગ્ન કર્યા હતા. સાવકી માતા સાથે ફાવતું નહીં હોય આ યુવતી બિપીનભાઈ જ્યાં રહેતા હતા ત્યાં રહેવા જતી રહી હતી. 2018માં આ ભૂવાની પત્ની તેને છોડીને જતી રહેતાં બિપીન મે 2019માં ઉગત આવાસમાં રહેવા આવી ગયો હતો. આ યુવતીના પિતા અને ભાઈને મારી નાખવાનું કહી પોતાની સાથે રહેવા બોલાવી યૌનશોષણ કરનાર ભુવાએ લગ્ન કરવાને બદલે દાસી તરીકે રાખી થોડાક મહિના બાદ તરછોડી દઇ અન્ય યુવતી સાથે રહેવા લાગ્યો હતો.

ઉગત આવાસમાં ભૂવો યુવતી પર દુષ્કર્મ આચરતો હતો.
ઉગત આવાસમાં ભૂવો યુવતી પર દુષ્કર્મ આચરતો હતો.

દુષ્કર્મ આચરી દાસી તરીકે રાખતો હતો
પોતાનાથી અડધી વયની યુવતીનું યૌનશોષણ કરી તેને દાસી તરીકે રાખી ત્રીજી યુવતીને પત્ની તરીકે રાખનાર આ હવસખોર ભૂવા વિદ્ધ યુવતીએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ભૂવા બિપીન સોંદરવાને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો