મારી નહીં થાય તો કોઇની નહીં:સુરતમાં પરિણીતાએ સંબંધ તોડી નાંખતા એસિડ એટેકની ધમકી, ફેસબુક પરના પ્રેમસંબંધ માટે લાલબત્તી સમાન કિસ્સો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પરિણીતાએ સંબંધ તોડી નાંખતા પુત્ર, પતિ અને પરિજનોને બદનામ કરતા મેસેજ કર્યા

સુરતમાં ફેસબુક થકી પાંગરેલો પ્રેમસંબંધ રાખવાનો ઇન્કાર કરનાર એક સંતાનની માતાને બદનામ કરતા મેસેજ પતિ, પુત્ર સહિતના પરિજનોને મોકલાવ્યા હતા. બદનામ કરવા ઉપરાંત એસિડ એટેકની ધમકી આપ્યાની ફરિયાદ કતારગામ પોલીસમાં નોંધાય છે.

સુસાઇડ કરવાની ધમકી આપતો વીડિયો મોકલાવતો
કતારગામની વિસ્તારમાં રહેતા માર્કેટીંગ એજન્ટની પત્નીનો ત્રણ વર્ષ અગાઉ ફેસબુક પર બોટાદના જગદીશ મુંધાવા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંને એકબીજાને સમયાંતરે અમદાવાદ અને સુરતમાં મળતા હતા. પરંતુ બંને વચ્ચેના અનૈતિક સંબંધ માત્ર છ મહિનામાં તૂટી ગયા હતા. જેથી અકળાયેલા જગદીશે યુવતીની જ્યાં નોકરી કરતી હતી તે દુકાનદારને વોટ્સએપ પર સુસાઇડ કરવાની ધમકી આપતો વીડિયો મોકલાવતા યુવતીએ કતારગામ પોલીસમાં અરજી કરી હતી. પરંતુ જગદીશે માફી માંગી જે તે વખતે સમાધાન કરી લીધું હતું.

યુવકની પત્ની પણ માનસિક ત્રાસ આપતી
ગત 11 એપ્રિલે જગદીશે યુવતીની જેઠાણી અને દુકાનના માલિકને ફોન કરી પોતાની સાથે વાત કરાવવા અને પૈસાની લેતીદેતીનો કોર્ટમાં કેસ કર્યો હતો. ત્યારબાદ દુકાનના માલિકને દુકાન બંધ કરાવવાની, યુવતી પર એસિડ એટેક કરી મારી નહીં થાય તો કોઇની નહીં થવા દેવાની ધમકી આપી હતી. આ ઉપરાંત સ્ત્રીની મર્યાદાને લાંછન લાગે તેવો બિભત્સ મેસેજ યુવતીના પુત્ર અને પતિને મોકલાવી બદનામ કરતો હતો. જગદીશની પત્નીએ પણ યુવતીને રૂબરૂ મળી તારો ફોટો અને વીડિયો મારા પતિ પાસે છે, જો તું વાત નહીં કરશે તો તને બદનામ કરશે એમ કહીં માનસિક ત્રાસ ગુજાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...