આજે પરશુરામ જયંતી:ભેસ્તાનમાં આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હજારો લોકો ઉમટશે, મહાપ્રસાદીનું પણ આયોજન

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપ્ર ફાઉન્ડેશન અને વિપ્ર સેનાએ રક્તદાન શિબિર યોજી 600 યુનિટ રક્ત એકત્ર કર્યું

આજે 3જી મેના રોજ પરશુરામ જયંતિ નિમિત્તે શહેરના અલગ-અલગ સંગઠનો દ્વારા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની ઉજવણી કરાશે. જે અંતર્ગત સુરત બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટે ભેસ્તાનમાં સાંજે એક મોટી સભા રાખી છે. જ્યાં એક સાથે 2100 લોકો દિવ્ય મંત્રોચ્ચાર સાથે ભગવાન પરશુરામની પૂજા-આરતી કરશે. સંસ્થાના પ્રમુખ ધનીરામ દુબેએ જણાવ્યું હતું કે, આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો યોજાશે જેમાં મહાઆરતી, ભોજન પ્રસાદી સામેલ છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજકીય આગેવાનો અને સંતો હાજર રહેશે.

વિપ્ર ફાઉન્ડેશન પરશુરામ જન્મોત્સવ સપ્તાહ ઉજવશે. જેમાં 1લીએ રક્તદાન કેમ્પ થકી 350 યુનિટથી વધુ રક્ત એકત્ર કરાયું હતું. એ સાથે જ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન પણ કરાયું હતું. જેમાં 150થી વધુ લોકોએ લાભ લીધો હતો. મા કાર્ડ બનાવવાનો કેમ્પ પણ યોજાયો હતો. વિપ્ર સેના દ્વારા પણ રક્તદાન શિબિરનું આયોજન કરી 251 યુનિટ લોહી એકત્ર કરાયું હતું.

શહેરમાં વિવિધ સ્થળેથી ભવ્ય શોભાયાત્રા પણ નીકળશે
વિપ્ર ફાઉન્ડેશન

​​​​​​​વિપ્ર સેના 2જીએ ગૌ સેવા, 3જીએ વિપ્ર ભવન સારોલીમાં પૂજા અર્ચના, 4થીએ ખેતેશ્વર સર્કલ પાસે ભોજન વિતરણ, 5મીએ અંધજન સન્માન, 6ઠ્ઠીએ એસટીએમ માર્કેટની સામે છાશ વિતરણ, 7મીએ વિપ્ર ભવનમાં સફાઈ કર્મીઓનું સન્માન અને 7મીએ કચ્છ કડવા પાટીદાર ભવન કડોદરા અને આશાનગર ઉધના ખાતે રક્તદાન શિબિર યોજશે.

વિપ્ર સેના
વિપ્ર સેના દ્વારા ગોડદરાના કાર્યાલય ખાતે ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરશે અને ત્યારબાદ સ્લમ વિસ્તારોમાં સાડીનું વિતરણ કરવામાં આવશે. સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું પણ આ પ્રસંગે આયોજન કરાયું હતું જેમાં 251 યુનિટ લોહી એકત્ર કરાયું હતું.

સુરત બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ
વિનય શુક્લે જણાવ્યું કે, ભેસ્તાનમાં ભવ્ય સભા છે જેમાં 250 કર્મકાંડી બ્રાહ્મણો સહિત 2100 લોકો એક સાથે ભગવાનની પૂજા અને આરતી કરશે. સંસ્થા સવારે અડાજણ બ્રિજથી અને બપોરે વરાછામાં હરિહર મહાદેવ મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવશે. શહેરમાં 8થી 9 જગ્યાએ ભવ્ય શોભાયાત્રા નીકળશે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...