તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:રસી માટે હજારો લોકોની લાઇનો પણ જથ્થો ખુટી પડ્યો, 30 હજારથી વધુ લોકો પાછા ફર્યા

સુરત12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકાએ કોવેક્સિન લેવાનો આગ્રહ કર્યો પણ લોકોએ કોવિશિલ્ડ રસીની માંગ કરી
 • શનિવારે 55 હજાર લોકોએ રસી મુકાવી હતી, પણ રસી ન મળતા રવિવારે આ સંખ્યા 19 હજાર થઇ ગઇ

સુરતમાં રવિવારે સવારે 200થી વધુ રસીકરણ કેન્દ્રો ખાતે હજારો લોકોની લાઇનો લાગી હતી, પરંતુ પાલિકા પાસે કોવિશિલ્ડ રસીનો જથ્થો જ ખુટી પડતા સંખ્યાબંધ સેન્ટરો બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે કેટલાક સેન્ટરો પર નિયત કરતા ઓછી માત્રામાં વેક્સિનનો જથ્થો મોકલવામાં આવ્યો હતો.

શનિવારે સુરતમાં 54828 લોકોએ વેક્સિન મુકાવી હતી. પરંતુ રવિવારે રસી નહીં હોવાને કારણે માત્ર 19668 લોકો જ રસી મુકાવી શક્યા હતા. આમ એક જ દિવસમાં રસી લેનારાની સંખ્યામાં 35 હજારનો ઘટાડો થયો હતો. સંખ્યાબંધ સેન્ટરો ખાતે પાલિકાએ લોકોને કોવેક્સિન રસી લેવા માટે આગ્રહ કર્યો હતો પરંતુ લોકોએ કોવિશિલ્ડ વેક્સિનની જ માંગ કરી હતી.

કાપડ બજારમાં વેક્સિન ફરજિયાત કરવામાં આવી હોવાને કારણે વેપારીઓએ પણ ભારે વિરોધ કર્યો હતો. જોકે અધિકારીઓનું કહેવું છે કે સોમવાર સુધીમાં કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ થઇ જશે. જેથી ફરીથી વેક્સિનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સુરત શહેરમાં અંદાજે 4 લાખથી વધુ લોકોએ વેક્સિન લીધી હોવાનું પાલિકાના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.

ટોકન અપાયા પણ જથ્થો ન હોવાથી રસી ન મુકી શકાઇ
અડાજણ હેલ્થ સેન્ટર ખાતે વેક્સિન મુકાવવા માટે સવારે 7 વાગ્યાથી ટોકન લેવા માટે લાઇનો લાગી હતી. જોકે રસી આપવાની શરૂઆત 9 વાગ્યા પછી કરવામાં આવી હતી. જોકે અહીં રવિવારે ઓછો સ્ટોક આવતા લોકો પાછા ફર્યા હતા. 9 વાગ્યા પછી આવનારને ટોકન વિના વેક્સિન આપવામાં આવતી નથી. રવિવારે 200 જેટલા ટોકન આપવામાં આવ્યા હતા.

રાંદેરના કેન્દ્રમાં વેક્સિનનો જથ્થો મળ્યો જ નહીં
રાંદેરની હનીપાર્ક રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં નગર પ્રાથમિક શાળા નં. 218માં વહેલી સવારથી જ લોકોની વેક્સિન મુકાવવા માટે લાઇનો લાગી હતી. જોકે કલાકો સુધી લોકો લાઇનમાં ઉભા રહ્યા પછી ખબર પડી હતી કે આ સેન્ટરમાં વેક્સિન જ ન હતી. જેને કારણે લોકોને રસી લીધા વિના જ પાછા જવું પડ્યું હતું. લોકોએ પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અડાજણના હેલ્થ સેન્ટર ખાતે ટેસ્ટિંગ કીટ પૂરી થઇ ગઇ
અડાજણના અર્બન હેલ્થ સેન્ટર ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી કોરોનાના ટેસ્ટ માટે પણ લોકોની લાઇનો લાગી હતી. જોકે બપોરે 12 વાગ્યા પછી ટેસ્ટિંગ કીટ પૂરી થઇ જતા લોકોને પાછું જવું પડ્યું હતું.અહીં બેઠેલા કર્મચારીઓએ બે વાગ્યા પછી લોકોને ટેસ્ટ માટે આવવા તાકીદ કરી હતી. રવિવાર હોવાને કારણે સંખ્યાબંધ લોકો ટેસ્ટિંગ માટે પણ અટવાયા હોવાનું જોવા મળ્યું હતું.

કતારગામ-વરાછા કેન્દ્રો ખાતે પણ રસી ખુટી પડી
કતારગામ, વરાછા, અઠવા, રાંદેર, લિંબાયત સહિતના અનેક કેન્દ્રો ખાતે રવિવારે સવારે પાલિકાએ રસીનો જથ્થો પહોંચાડ્યો જ ન હતો. કાપડ બજારમાં રવિવારથી શરૂ કરાયેલા કેન્દ્રો ખાતે પણ રસી ન મળતા કાપડના વેપારીઓએ ભારે વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે અમારી પાસે રસીનું સર્ટિફિકેટ નહીં હોય તો માર્કેટમાં પ્રવેશ મળશે નહીં. સંખ્યાબંધ વેપારીઓ કલાકો સુધી બેસી રહ્યા હતા.

કેટલાક રસી કેન્દ્રો ખાતે જ સમસ્યા સર્જાઇ હતી
રવિવારે સવારે કેટલાક રસી કેન્દ્રો ખાતે સમસ્યા સર્જાઇ હતી. તેનું કારણ એ હતું કે છેલ્લા 2 દિવસમાં એક લાખ જેટલા લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આજે પણ કોવેક્સિન રસીના 40 હજાર ડોઝ મળ્યા હતા. પરંતુ જેમણે કોવિશિલ્ડ મુકાવી હતી તેમણે કોવેક્સિન લેવાનો ઇનકાર કર્યો હતો. જોકે બપોર બાદ કોવિશિલ્ડ રસીના 80 હજાર ડોઝ આવી ગયા હતા. > ડો.આશિષ નાયક, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો