એસોસિએશનની પોલિસને અરજી:અંજની ઈન્ડસ્ટ્રીમાં બીજા દિવસે પણ હજારો કારીગરો ડરના માર્યા કામે ચઢ્યા નહીં, 400 લુમ્સ બંધ રહ્યા

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમરોલીના કેટલાક લુખ્ખા તત્વોએ 35 હજાર કારીગરોને ધમકીઓે આપી બાનમાં લીધા+
  • પોસ્ટર કોણે લગાડ્યાં તે બાબતે તપાસ કરવા એસોસિએશનની પોલિસને અરજી

‘ભાવ વધારા બાદ જ કામ પર જજો, નહીંતર તમને માર પડશે’ તેવું અમરોલીની અંજની ઈન્ડસ્ટ્રીમાં ઉડિયા ભાષામાં લગાવવામાં આવેલા પોસ્ટરમાં આ વાત લખવામાં આવી છે. મારના ડરને કારણે કારીગરો બીજા દિવસે પણ કામ પર ગયા ન હતાં. કારીગરોને ડરાવી ધમકાવીને હડતાળ પર ઉતારવામાં આવતા અંજની ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન હરકતમાં આવ્યું છે.

ગુરુવારના રોજ અંજની ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા પોલીસને અરજી આપીને આ પ્રકારના પોસ્ટર લગાવનાર શખ્શોને પકડવા તેમજ તેની સામે કાર્યવાહી કરવાની અંગેની માંગ પણ કરવામાં આવી છે.

દિવાળી મહિનામાં ટેક્સટાઈલ માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો, ત્યાર બાદ હવે લગ્નસરા અને દેશ અને વિશ્વના અલગ અલગ રાજ્યોમાં ઉજવાતા તહેવારો માટે શહેરના ટેક્સટાઈલ વેપારીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેજીના માહોલ વચ્ચે અમરોલીમાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ‘ભાવ વધારા બાદ જ કામ પર જજો, નહીંતર તમને માર પડશે’ એવા ઉડિયા ભાષામાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં છે.

મારના ડરને કારણે કારીગરો બીજા દિવસે પણ કામ પર ગયા ન હતાં. અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 400 જેટલા લૂમ્સના ખાતા છે અને રોજનું 25 લાખ મીટર કપડું તૈયાર કરવામાં આવે છે. તમામ એકમો મળીને કુલ 32થી 35 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. લગ્નસરાની સામી સીઝન સામે જ અસામાજિક તત્વો દ્વારા કારીગરોને ડરવી ધમકાવીને હડતાળ પર ઉતારવામાં આવ્યાં છે, જેને લઈને અંજની ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટના વિવર્સોની મુશ્કેલીમાં વધારો થયો છે. ઉડિયા ભાષામાં આ પોસ્ટરો કોણે લગાવ્યા છે તે તપાસ કરી તેમની સામે કાર્યવાહી કરવા પોલીસને અરજી કરી છે.

લુખ્ખા તત્વો દર વર્ષે આવા પોસ્ટર લગાડી કારીગરોને ધમકાવી કામથી અળગા કરે છે
દર વર્ષે લુખ્ખા તત્વો દ્વારા આવા પોસ્ટર દ્વારા કારીગરોને ડરાવી ધમકાવીને કામથી અળગા કરવામાં આવે છે, પોસ્ટર કોણે લગાવ્યા છે તે જાણી શકાયું નથી. એટલે પોલિસને અરજી કરીને તપાસ માટે રજૂઆત કરવામાં આવી છે. > વિજય માંગુકિયા, અંજની ઈન્ડસ્ટ્રિયલ એસોસિએશનના પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...